Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ગણપતિ ઉત્સવમાં પર્યાવરણનો ખ્યાલ રાખશે દયાશંકર પાંડે

ગણપતિ ઉત્સવમાં પણ આ વખતે કોરોના નડી ગયો છે. લોકો ઘરમાં જ રહીને બાપ્પાની પુજા કરશે. ટીવી કલાકારો પણ આવુ જ કરી રહ્યા છે. દંગલ ચેનલના ટીવી શો 'મહિમા શનિદેવ કી'ના કલાકાર દયાશંકર પાંડેએ કહ્યું હતું કે મહામારીએ મને પર્યાવરણનું મહત્વ પણ સમજાવ્યું છે. આ કારણે હું બાર વર્ષમાં પહેલી વખત મારા ઘરે ગણપતિજીની ઇકો ફ્રેન્ડલી-પર્યાવરણને અનુકુળ મુર્તિની સ્થાપના કરીશ. આ વખતે નિયમો અને કાયદાઓને કારણે મુર્તિની ઉંચાઇ ચાર ફુટને બદલે બે ફુટની હશે. આ કારણે વિસર્જન ઘરના જ પરિસરમાં સરળતાથી થઇ શકે. હું સામાજીક અંતર જાળવવાના નિયમો પાળીશ અને ઘરની બહાર નહિ નીકળું. સામાન્ય રીતે ગણેશ ચતુર્થીનો અહિ એક ભવ્યાતિભવ્ય ઉત્સવ હોય છે. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભવ્ય ઉત્સવ નહિ યોજાય. આ વખતે સાવ અંગત સગા હશે એ જ મારા ઘરે દર્શન માટે આવશે. તમામ માટે સેનેટાઇઝર, માસ્ક, સામાજીક અંતર સહિતના નિયમો પણ ફરજીયાત હશે. હું વ્યકિતગત રીતે બધાને મુર્તિની તસ્વીરો મોકલતો રહીશ.

(9:26 am IST)