Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

તાપસીની ફિલ્મનું શરૂ થશે શુટીંગ

તાપસી પન્નુએ એક પછી એક ફિલ્મોમાં જબરદસ્ત અભિનય આપીને ઓળખ ઉભી કરી છે અને બોલીવૂડમાં સ્થાન બનાવ્યું છે. તેની નવી ફિલ્મ રશ્મી રોકેટનું શુટીંગ હવે શરૂ થવાનું છે. કચ્છના એક ગામની કહાની આ ફિલ્મમાં છે. આ એવી છોકરીની કહાની છે જે દોડવામાં એટલી તેજ છે કે તેનું નામ જ ગામલોકોએ રશ્મી રોકેટ પાડી દીધું છે. તાપસી પન્નુ પોતાની અભિનય પ્રતિભા દેખાડવાની તક આપતાં હોય તેવા એક પણ રોલ હાથમાંથી જવા દેતી નથી. રશ્મિ રોકેટ ફિલ્મનું લેખન નંદા પેરિયાસામી, અનિરૂધ્ધ ગુહા અને કનિકા ઢિલ્લને કર્યુ છે. આકર્ષ ખુરાના દ્વારા આ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવી રહ્યું છે. આકર્ષએ કહ્યું હતું કે અમે શુટીંગ માટે અગાઉ તૈયારી કરી લીધી હતી. પરંતુ લોકડાઉન આવી ગયું હતું. હવે અમે ફરીથી શુટીંગ કરવા તૈયાર છીએ. તાપસીએ કહ્યું હતું કે હું રશ્મિના પાત્રને ન્યાય આપવા તૈયાર છું. મેં ત્રણ મહિના તાલિમ લીધી હતી. પણ હવે લાંબો સમય આરામ પછી ફરીથી તાલિમ લેવી પડશે. તાપસી સાથે પ્રિયાંશુ પેંથુલી પણ મુખ્ય રોલમાં છે. મહિલા એથ્લીટના સંઘર્ષ અને પરિક્ષણની કહાની આ ફિલ્મમાં છે. રશ્મિ રોકેટ આવતા વર્ષે રિલીઝ થશે.

(9:25 am IST)