Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

બે ફિલ્મો 'જિનીયસ' અને 'હેપ્પી ફીર ભાગ જાયેગી' રિલીઝ

આજથી બે ફિલ્મો 'જિનીયસ' અને 'હેપ્પી ફીર ભાગ જાયેગી' રિલીઝ થઇ છે. નિર્માતા દિપક મુકુટ અને નિર્દેશક અનિલ શર્માની ફિલ્મ 'જિનીયસ'માં સંગીત હિમેશ રેશમીયાનું છે. ફિલ્મમાં ઉત્કર્ષ શર્મા, ઇશિતા ચોૈહાણ, મિથુન ચક્રવર્તિ, નવાજુદ્દીન સિદ્દીકી, આયેશા ઝુલ્કા અને અભિમન્યુસિંહ તથા કે કે રૈનાની મુખ્ય ભૂમિકા છે.

ગદ્દર એક પ્રેમકથા જેવી બ્લોક બસ્ટર ફિલ્મ આપી ચુકેલા નિર્દેશક અનિલ શર્માએ આ ફિલ્મ ખાસ પોતાના પુત્ર ઉત્કર્ષ માટે બનાવી છે. ગદ્દરમાં સની દેઓલ અને અમિષા પટેલના પુત્રની જે ટાબરીયાએ ભૂમિકા ભજવી હતી એ ઉત્કર્ષ હવે હીરો બનીને આવ્યો છે. જિનીયસ બે પ્રતિભાશાળી મગજ ધરાવતાં વ્યકિતની કહાની છે. એક યુવાન અને બુધ્ધીમાન રો એજન્ટ (ઉત્કર્ષ શર્મા) છે, તો બીજો ચાલાક જિનીયસ નવાજુદ્દીન સિદ્દીકી છે. ઉત્કર્ષ તેની પ્રેમિકા ઇશિતા સાથે શાંતિપૂર્વક જીવન વીતાવી રહ્યો હોય છે. તેની આ શાંતિનો નવાજુદ્દીન ભંગ કરવા પહોંચી જાય છે. આ બંધે વચ્ચેના સંઘર્ષને રોમાંચ, એકશનથી ભરી દેવાયો છે. સાથે સંગીતનો ડોઝ પણ છે. દિલની લડાઇ દિમાગથી લડવાની વાત આ ફિલ્મમાં છે.

બીજી ફિલ્મ 'હેપ્પી ફીર ભાગ જાયેગી'ના નિર્માતા આનંદ એલ. રાય, ક્રિશીકા લુલ્લા અને નિર્દેશક મુદ્દસ્સર અલી છે. ફિલ્મનું લેખન મુદ્દસ્સરનું છે. સંગીત સોહેલ સેને આપ્યું છે. ફિલ્મમાં ડાયેના પેન્ટી, સોનાક્ષી સિન્હા, જીમ્મી શેરગીલ, અલી ફઝલ, જસ્સી ગીલ, પિયુષ મિશ્રા, અપારશકિત ખુરાના, જેસન થેમ સહિતે અભિનય આપ્યો છે. ૨૦૧૬માં ફિલ્મ હેપ્પી ભાગ જાયેગી આવી હતી. જેમાં ડાયેના પેન્ટીએ મુખ્ય રોલ નિભાવ્યો હતો.  રોમાન્ટીક મોેડી પ્રકારની એ ફિલ્મ દર્શકોને ખુબ ગમી હતી અને બોકસ ઓફિસ પણ સારુ પ્રદર્શન કર્યુ હતું. આ કારણે જ તેની સિકવલ બનાવાઇ છે. પણ આ વખતે બીજી એક હેપ્પી એટલે કે સોનાક્ષી સિન્હાનો ઉમેરો કરાયો છે. બબ્બે હેપ્પી કેવી ધમાલ મચાવશે તે હવે જાણવા મળશે. ફિલ્મના ગીતો રેડીયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે. સોનાક્ષીએ લાંબા સમયથી હિટ આપી ન હોઇ આ ફિલ્મ પર તેનુ ખુબ જ આશા છે.

(9:07 am IST)