Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

સાત કિલો વજન વધારવું પડ્યું ઉર્વશીને

અભિનેત્રી ઉર્વશી રોૈતેલા પોતાની ફિલ્મો કરતાં સોશિયલ મિડીયા પરની તસ્વીરોને કારણે વધુ ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ હાલમાં તે ફરીથી પોતાની ફિલ્મ વર્જીન ભાનુપ્રિયાને કારણે ચર્ચામાં આવી છે. ડિજીટલ પ્લેટફોર્મ પર આ ફિલ્મ રિલીઝ થઇ ચુકી છે. જેમાં તેણે ભાનુપ્રિયા નામની કોલેજીયન યુવતિનો રોલ નિભાવ્યો છે. ઉર્વશી આમ તો ફિટનેસ પ્રત્યે સતત જાગૃત છે જ. પરંતુ વર્જીન ભાનુપ્રિયાના રોલ માટે તેને પોતાનું વજન વધારવું પડ્યું હતું. તે કહે છે અભિનેત્રી તરીકે મારા માટે આ પડકાર હતો. શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે પડકારનો સામનો કર્યો હતો.

મેં સાત કિલો વજન વધાર્યુ હતું. આ ભુમિકાની તૈયારી માટે મને જે કહેવામાં આવ્યું હતું એ મેં કર્યુ હતું. જે મારા માટે પડકારજનક હતું. તે કહે છે હું પરદા પર ભાનુપ્રિયાના પાત્રને આત્મસાત કરવા માંગતી હતી. સોૈથી યાદગાર અને સરાહનિય દેખાવ કરવા ઇચ્છતી હતી. જેમાં મને સફળતા પણ મળી છે. ઉર્વશી સાથે આ ફિલ્મમાં ગોૈતમ ગુલાટી, અર્ચના પુરનસિંહ, ડેલનાઝ ઇરાની, રાજીવ ગુપ્તા, વ્રિજેન્દ્ર કાલા સહિતે કામ કર્યુ છે.

 

(10:25 am IST)