Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

સલમાન ખાનનો કસરત કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

મુંબઈ : સુપરસ્ટાર સલમાન હાલમાં પોતાની ફિલ્મ ભારતની સફળતાની મજા માણી રહ્યો છે. ફિલ્મની સફળતા પછી સલમાન સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયો છે. તે રોજ પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. સલમાનની દરેક પોસ્ટ એના ચાહકોને બહુ પસંદ પડી રહી છે.

સલમાન બોલિવૂડના ફિટ એક્ટર્સમાંથી એક છે અને વાતનો પુરાવો સલમાનની લેટેસ્ટ તસવીરો અને વીડિયો છે. હાલમાં સલમાને ઇન્સ્ટા એકાઉન્ટ પર એક તસવીર શેયર કરી છે. તસવીરમાં સલમાન લેગ સ્પિલટ કરતો નજરે ચડે છે. સલમાનની નવી તસવીર અને વીડિયો એના ચાહકોને બહુ પસંડ પડી રહ્યા છે.

સલમાનની કરિયરની વાત કરીએ તો સલમાનની હાલમાં રિલીઝ થયેલી ભારત બહુ જલ્દી 100 કરોડ રૂપિયાની કમાણી કરનાર ફિલ્મ બની ગઈ હતી. ભારત પછી સલમાન પાસે દબંગ 3, ઇન્શાલ્લાહ અને કિક 2 છે. હાલમાં સલમાન દબંગ 3ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે સોનાક્ષી સિંહા જોવા મળશે.

(5:06 pm IST)
  • ગુજરાતમાં ત્રણ-ચાર દિવસ વરસાદની આવન-જાવન ચાલુ રહેશેઃ હવામાનની સંસ્થા સ્કાયમેટે જણાવ્યું છે કે અમદાવાદમાં ખૂબ સારો વરસાદ પડી ગયોઃ ગુજરાતમાં આવતા ત્રણ- ચાર દિવસ વરસાદની આવન- જાવન ચાલુ રહેશેઃ જયારે કચ્છમાં છુટોછવાયો વરસાદ પડશે access_time 11:41 am IST

  • મુલાયમસિંહની ફરીવાર તબિયત લથડી : મેદાંતા હોસ્પિટલમાં દાખલ access_time 1:04 am IST

  • રાજયસભાની ચૂંટણીના ૫ સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર મનીષ દોશી, બાબુભાઈ પટેલ, ચંદ્રિકાબેન ચુડાસમા સહિત ૫ નામો ઉપર કોંગ્રેસના ધારાસભ્યો કરશે મંથન access_time 5:39 pm IST