Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

શિલ્પા શેટ્ટીના ઘરને કરવામાં આવ્યું સૅનેટાઇઝ : કોરોનાની ઝપેટમાં આવ્યો હતો આખો પરિવાર

મુંબઈ: શિલ્પા શેટ્ટીના પરિવારના સભ્યોએ કોરોનાને માત આપી છે. તેના પતિ રાજ કુંદ્રા, બંને બાળકો વિઆન અને સમિશા સહિત અન્ય સભ્યો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. તે તેના પરિવાર માટે મુશ્કેલ સમય હતો. શિલ્પા શેટ્ટી સમયાંતરે સોશિયલ મીડિયા પર ચાહકોને હેલ્થ અપડેટ્સ આપતી હતી. હવે તેણે એક પોસ્ટ મૂકી છે જેમાં તેમના ઘરની સફાઇ કરવામાં આવી રહી છે. શિલ્પા શેટ્ટીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર આ વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં સેનિટેશનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. વીડિયોમાં બે લોકો નજર આવી રહ્યા છે જે ઘરની સફાઇ કરી રહ્યા છે. શિલ્પાએ કેપ્શનમાં લખ્યું છે - 'કોવિડથી સાજા થયા પછી સેનિટાઇઝેશન. મહાન સેવા માટે @Reliable_Shield આભાર. '

(6:13 pm IST)