Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

પિતા નહોતા ઇચ્છતા કે વિક્કી અભિનેતા બને

અભિનેતા વિક્કી કોૈશલે તાજેતરમાં તેનો તેત્રીસમો જન્મદિવસ ઉજવ્યો હતો. તે પોતાની મહેનત અને અભિનયથી બોલીવૂડમાં ટુંકા સમયમાં ઓળખ ઉભી કરવામાં સફળ થયો છે. ઉરી-ધ સર્જીકલ સ્ટ્રાઇક ફિલ્મથી તેને ભરપુર ફાયદો થયો છે. વિક્કીના પિતા શામ કોૈશલ બોલીવૂડના જાણીતા સ્ટંટમેન છે અને ભોજપુરી ફિલ્મનું નિર્દેશન પણ કરી ચુકયા છે. એક સમયે વિક્કીના પિતાને બોલીવૂડમાં કામ મેળવવા માટે ખુબ જ સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે તેઓ ઇચ્છતા હતાં કે વિક્કી કદી પણ બોલીવૂડમાં ન આવે. તેની ઇચ્છા હતી કે વિક્કી ભણીગણીને સારામાં સારી નોકરી કરે. પણ વિક્કીની ઇચ્છા બાળપણથી જ અભિનેતા બનવાની હતી. મુંબઇમાં એન્જીનિયરીંગનો અભ્યાસ કર્યા પછી વિક્કીએ  એકટીંગનો અભ્યાસ કર્યો હતો. એ પછી ગેંગ્સ ઓફ વાસેપુરના બંને ભાગમાં અનુરાગ કશ્યપ સાથે આસીસ્ટન્ટ તરીકે કામ કર્યુ હતું. મસાન ફિલમથી તેણે બોલીવૂડમાં અભિનય શરૂ કર્યો અને એ પછી તેને સફળતા મળતી ગઇ. હાલમાં તે સરદાર ઉધમસિંહની બાયોપિક અને ધ ઇમ્મોર્ટલ અશ્વત્થામા તથા સેમ માનેકશાના જીવન પરની ફિલ્મો કરી રહ્યો છે.

(9:55 am IST)