Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

પોતાને નસિબદાર સમજે છે દિશા

અભિનેત્રી દિશા પટાની બોલીવૂડમાં હવે જાણીતી બની ગઇ છે. અહિ તેણે પોતાની મહેનતથી સ્થાન મેળવી લીધું છે. તાજતેરમાં તે સલમાન ખાન સાથેની ફિલ્મ રાધેમાં જોવા મળી હતી. દિશા સોશિયલ મિડીયા પર પોતાની સક્રિયતાને લીધે પણ સતત ચર્ચામાં રહે છે. એક સમયે દિશા ખુબ શરમાળ છોકરી હતી. અભિનેત્રી બનવાનું તેણે કદી વિચાર્યુ પણ નહોતું. દિશાએ કહ્યું હતું કે તે એરફોર્સ પાઇલોટ બનવા ઇચ્છતી હતી. પણ હવે મને જે કંઇ મળ્યું છે એ માટે હું મારી જાતને નસિબદાર સમજુ છું. હું હાલમાંખુબ જ ખુશ અને સંતુષ્ટ છું. મેં કદી વિચાર્યુ નહોતું કે હું કેમેરાનો સામનો કરીશ, હિરોઇન બનીશ. મારું તો બાળપણથી એક જ સપનુ હતું એરફોર્સ પાઇલોટ બનવાનું. પણ સમય જતાં ૨૦૧૧માં લખનોૈમાં અભ્યાસ પુરો કર્યા પછી મોડેલિંગ શરૂ કર્યુ હતું. એ વખતે મને ફેરવેલ પાર્ટીમાં મિસ કોલેજ તરીકે એવોર્ડ અપાયો હતો. ત્યારબાદ મિસ લખનોૈ સ્પર્ધામાં ભાગ લીધો હતો. દિશાની હવે પછીની ફિલ્મ એક વિલન-૨ છે.

(9:55 am IST)