Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

પોલીસ ઓફિસરના પાત્રમાં જૈકલીન

બોલીવૂડમાં નામના મેળવી ચુકેલી શ્રીલંકન સુંદરી હોલીવૂડમાં પણ કામ કરી રહી છે. જૈકલીન હાલમાં સલમાન ખાનની રાધેમાં ખાસ ગીતમાં જોવા મળી હતી. હવે તે હોલીવૂડની ફિલ્મમાં પોલીસ ઓફિસરનો રોલ નિભાવી રહી છે. કોરોનાકાળમાં જૈકલીને સતત એનજીઓ સાથે મળીને જરૂરીયાતમંદ લોકોને મદદ કરી છે. હજુ પણ કરી રહી છે. આ સંગઠને એક લાખ લોકોને ભોજન, શેરીઓના જાનવરોને ભોજન કરાવ્યું હતું તેમજ મુંબઇ પોલીસને પણ માસ્ક, સેનેટાઇઝર પુરા પાડવાની જવાબદારી નિભાવી છે. ચાહકોએ જૈકલીનના આ કામની ખુબ પ્રસંશા કરી છે. જૈકલીનની આગામી ફિલ્મોમાં ભૂત પુલીસ સામેલ છે. જેનું શુટીંગ શરૂ થઇ ગયું છે. હવે તે હોલીવૂડમાં પણ કામ કરી રહી છે. સલમાન ખાને બોલીવૂડમાં જેટલા કલાકારોને મદદ કરી છે તેમાં જૈકલીનનું નામ પણ સામેલ છે. સલમાનની સાથે જૈકલીને સુપરહિટ ફિલ્મો પણ આપી છે.

(9:54 am IST)