Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

જાનકીમાંથી હવે બોલ્ડ-બિન્દાસ જયા બની છવી પાંડે

ટીવી શોમાં કોઇપણ અભિનેતા કે અભિનેત્રીઓને એક જ શોમાં અલગ અલગ પ્રતિભા દેખાડવાની તક મળતી નથી. પરંતુ અભિનેત્રી છવી પાંડેને સિરીયલ પ્રેમ બંધનમાં આ તકી મળી છે. છવિનું પાત્ર અત્યાર સુધી જાનકીનું હતું. હવે તે આ શોમાં એકદમ બોલ્ડ અંદાજમાં આવી છે.શોમાં લીપ આવ્યા પછી કહાનીમાં ટ્વિસ્ટ પણ આવ્યો છે. જાનકીને અત્યાર સુધી સરળ, વિનમ્ર અને સંસ્કારી વહુના રોલમાં દર્શકોએ જોઇ હતી.

પણ હવે તે બિઝનેસ ટાઇકૂનના રોલમાં મજબૂત, બોલ્ડ અને મહાત્વાકાંક્ષી મહિલાના રૂપમાં જોવા મળી છે. હવે તે ઇન્ડસ્ટ્રીને સંભાળવા અને શાસ્ત્રી પરિવારને નષ્ટ કરાવવા તૈયાર છે. બોલ્ડ અવતારમાં  છવી ફેશનેબલ સાડીઓમાં જોવા મળી રહી છે. છવીએ કહ્યું હતું કે મને નવો અવતાર ખુબ જ પસંદ પડ્યો છે. આ મારા ટિપીકલ વહૂના અવતારથી તદ્દન અલગ છે. જયાની પર્સનાલિટી પણ દમદાર છે. મને સુંદર સાડી અને સુંદર ઘરેણા પહેરવા મળી રહ્યા છે. જાનકીમાંથી જયા બનેલી છવીને પ્રેમબંધન શોમાં દંગલ ચેનલ પર જોઇ શકાય છે.

(9:54 am IST)