Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

વેબ સિરીઝમાં જેનિફર વિન્ગેટને મળ્યો મોનિકાનો રોલ

અનેક ટીવી શો કરીને ઘર-ઘરમાં જાણીતી અભિનેત્રી જેનિફર વિન્ગેટ હવે વેબ સિરીઝમાં કામ કરી રહી છે. અલ્ટ બાલાજીની સિરીઝ  'કોડ એમ'માં જેનિફર મુખ્ય રોલ નિભાવી રહી છે. આ માટે તે ખાસ તૈયારી કરી રહી છે. તાજેતરમાં તે બાસ્કેટ બોલની પ્રેકટીસ કરતી જોવા મળી હતી. જેનીફરે કાળા રંગની સ્પૈગિટી અને જૈગિંગ પહેર્યા હતાં. તેમજ માથે કાળી ટોપી હતી. તેની આ તસ્વીરો સોશિયલ મિડીયા પર વાયરલ થઇ હતી. ૨૧મી મેથી જેનિફરે આ સિરીઝ માટે શુટીંગ શરૂ કરી દીધું છે.

જેમાં તેના પાત્રનું નામ મોનિકા છે. છેલ્લે જેનિફર સોની ટીવીના શો બેહદમાં જોવા મળી હતી. જેમાં તેની સાથે કુશાલ ટંડન હતો. આ શો દર્શકોમાં ખુબ લોકપ્રિય બન્યો હતો. બેહદની આગળની સિરીઝ પણ બનવાની છે.

 

(9:57 am IST)