Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

આર.માધવન પણ ''ઝીરો''માં દેખાશે

શાહરૂખ ખાનની 'ઝીરો'માં આર.માધવન નાનકડી ભુમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મને આનંદ એલ.રાય ડિરેકટ કરી રહયા છે અને માધવન તેમના ફેવરિટ એકટર્સમાંનો એક છે. ખાસ માધવન માટે આનંદ એલ.રાયે ફિલ્મમાં તેના પાત્રનો ઉમેરો કર્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. માધવને 'તનુ વેડ્સ મનુ' અને 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'માં આનંદ એલ.રાય સાથે કામ કર્યું છે. બાવીસ મેએ 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'ને ત્રણ વર્ષ થયાં હતાં અને એથી જ માધવન સાથેનો 'ઝીરો'ના સેટ પરનો ફોટો શેર કરતાં આનંદ એલ.રાયે ટ્વીટ કર્યું હતું કે 'અમારી તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'ને ત્રણ વર્ષ થયાં છે અને અમેરિકામાં 'ઝીરો'ના સેટ પર મારા મેડી અને આપણા મનુ સાથે શૂટિંગ કરવાની ખૂબ જ ખુશી છે. અમે જીવનભરના મિત્રો છીએ.

(4:06 pm IST)