Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

તારાની કિસ્મત ખુલીઃ હિન્દી રિમેકમાં મુખ્ય રોલ

કરણ જોહર એવા લોકોની પસંદગી કરે છે જે આગળ જઇને સ્ટાર બનવાની કાબેલીયત ધરાવતાં હોય. સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ માટે કરણે ટાઇગરની સાથે ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડે અને ટીવી અભિનેત્રી તારા સુતારીયાને લીધી છે. તારા અને અનન્યા બોલીવૂડમાં એન્ટ્રી કરે એ પહેલાથી જ ખુબ જાણીતી બની ગઇ છે. તારાની પહેલી ફિલ્મનું કામ હજુ ચાલુ છે ત્યાં તેને શાહિદ કપૂર સાથેની ફિલ્મ ઓફર થઇ છે. સાઉથની ફિલ્મ અર્જૂન રેડ્ડીની હિન્દી રિમેક બનવાની છે. જેમાં શાહિદ સાથે તારાની પસંદગી થઇ છે. આ ફિલ્મમાં એક મેડિકલ સ્ટુડન્ટની કહાની છે, જેને તેની જુનિયર સાથે પ્રેમ થઇ જાય છે અને થોડા સયમ પછી દિલ તુટી જાય છે. કઇ રીતે એ પોતાના મન અને ગુસ્સા પર કન્ટ્રોલ કરે છે તે દર્શાવાયું છે. તારા ઓપેરા સિંગર, જોરદાર ડાન્સર અને પૂર્વ ડિઝની વીજે રહી ચુકી છે.

(9:37 am IST)