Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

જોન સાથે નોરા ફતેહીનું દિલબર દિલબર સોંગ

બોલીવૂડ અભિનેતા જોન અબ્રાહમની આગામી ફિલ્મ 'સત્યમેવ જયતે'માં ૯૦ના દસકની ફિલ્મ સિર્ફ તુમનું એક ગીત 'દિલબર...દિલબર...' રિમેક અંદાજમાં જોવા મળશે. સિર્ફ તુમમાં આ ગીત સંજય કપૂર અને સુસ્મિતા સેન પર ફિલ્માવાયું હતું અને ખુબ હિટ નિવડ્યું હતું. હવે આ ગીત પર અભિનેત્રો નોરા ફતેહી અભિનેતા જોન અબ્રાહમ સાથે ડાન્સ કરતી જોવા મળશે. નોરાએ ટ્વિટર પર લખ્યું હતું કે એક શાનદાર ગીત આવી રહ્યું છે. ૧૯૯૦ના દસકના આ ગીતનું મેં જોન સાથે શુટીંગ પુરૂ કરી લીધું છે. હું ખુબ જ ઉત્સાહિત છું, આ ગીત બધાને ખુબ ગમશે તેવું લાગે છે.  નિર્દેશક મિલાપ ઝવેરીની આ ફિલ્મનું શુટીંગ પુરૂ થઇ ગયું છે.  આ ફિલ્મ ૧૯ સપ્ટેમ્બર-૨૦૦૮ની એક સત્ય ઘટના પર આધારીત છે. એ દિવસે દિલ્હીના બાટલા હાઉસમાં ઇન્ડિયન મુઝાહિદ્દીનના આતંકવાદીઓ સામે અભિયાન ચલાવાયું હતું.

(9:38 am IST)