Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

રામાયણ અને મહાભારત બાદ હવે દૂરદર્શન પર ટૂંક સમયમાં શરૂ થશે 'શ્રી કૃષ્ણ' સિરિયલ

1993માં આવેલા શૉ 'શ્રી કૃષ્ણ'ને - ટેલિકાસ્ટ કરવામાં આવશે.

મુંબઈ : કોરોના વાયરસ (COVID-19)ને કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમ્યાન દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી રહેલા શૉ રામાયણ અને મહાભારતને દર્શકોનો ભરપુર પ્રેમ મળ્યો છે અને તેઓ બીજા જુના શૉ પણ ફરી દેખાડવામાં આવે તેવી માંગણી કરી રહ્યાં હતા. દર્શકોની માંગણી અને રામાયણ તેમજ મહાભારતને મળેલી અપાર સફળ થયા બાદ ચેનલે નિર્ણય લીધો છે કે 1993માં આવેલા શૉ 'શ્રી કૃષ્ણ'ને પણ રી-ટેલિકાસ્ટ કરવામાં આવશે.

રામાનંદ સાગરની રામાયણ અને બી.આર. ચોપરાની મહાભારત બાદ ટુંક સમયમમાં જ રામાનંદ સાગર નિર્મિત 'શ્રી કૃષ્ણ' દૂરદર્શન પર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત પ્રસાર ભારતી અને દૂરદર્શને ટ્વીટ કરીને આપી છે. પ્રસાર ભારતીએ ટ્વીટર પર ટીઝર લૉન્ચ કરીને કૅપ્શનમાં લખ્યું છે કે, ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે 'શ્રી કૃષ્ણ'...

'શ્રી કૃષ્ણ' 1993માં દૂરદર્શનની મેટ્રો ચેનલ પર પ્રસારિત થઈ હતી અને ત્યારબાદ 1996માં દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી. જેમાં કૃષ્ણનું પાત્ર સર્વદમન ડી. બેનર્જીએ ભજવ્યું હતું. આ શૉથી તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી. શૉ જ્યારે ટેલિકાસ્ટ થથો હતો ત્યારે તેમને લૉકો ભગવાન માનવા લાગ્યા હતા. શ્રી કૃષ્ણ સિવાય તેમણે રામાયણ, અર્જુન, જય ગંગા મૈયા અને ઓમ નમ: શિવાય જેવી અનેક પૌરાણીક સિરિયલોમાં કામ કર્યું છે.

(11:50 am IST)