Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

અભિનય કરતી વખતે શાઇની સાચ્ચે ઉંઘી ગઇ'તી

જો કોઇ ટીવી શોની મુખ્ય અભિનેત્રીને તેના ડિરેકટર અને ક્રુ મેમ્બર્સ ટીમ જંગલમાં એકલી સુતી મુકીને જતાં રહે તો શું થાય? આ વિચાર જ ડરાવી મુકે તેવો છે. પણ અલિફ લૈલા શોની મુખ્ય અભિનેત્રી શાઇની દોશી સાથે આવું સાચ્ચે જ થયું હતું. તે જ્યારે તેના શોનું જંગલમાં શુટીંગ કરી રહી હતી ત્યારે તેની સાથે આમ કરવામાં આવ્યું હતું. શાઇની શુટીંગ પત્યા પછી સુઇ ગઇ હતી. એ પછી શોના નિર્દેશક અને ક્રુ મેમ્બર્સની ટીમ તેને જંગલમાં જ સુતેલી મુકી જતાં રહ્યા હતાં. શાઇનીએ કહ્યું હતું કે રાતના દ્રશ્યોના શુટીંગ માટે જંગલમાં સેટ લગાવાયો હતો. મારી એક દ્રશ્યમાં સુઇ જવાનો અભિનય કરવાનો હતો. પણ હું ત્યારે સાચ્ચે ઉંઘી ગઇ હતી. નિર્દેશક ગોૈતમ સિનને ચાલુ રાખી મજાક કરવાના ઇરાદે મને સુતી મુકી નીકળી ગયા હતાં. સાથે બીજા સ્ટાફના લોકો પણ નીકળી ગયા હતાં. અચાનક જ્યારે મારી ઉંઘ ઉડી ત્યારે ત્યાં કોઇ જવો ન મળ્યું નહોતું. જો કે આ એક મજાક હતી. સેટ પર બધા આ રીતે મજાક કરતાં હતાં. સરસ્વતિ ચંદ્ર પછી શાઇનીએ જમાઇ રાજા, બહુ હમારી રજનીકાંત, દિલ હી તો હૈ, લાલ ઇશ્ક સહિતના શો કર્યા છે.

(9:45 am IST)