Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

આવી રહી છે અનુષ્કા નિર્મિત થ્રિલર સિરિઝ

વિરાટ કોહલી સાથે લગ્ન પછી અનુષ્કા શર્મા ફિલ્મોથી દુર છે. એવા અનેક અભિનેતા-અભિનેત્રીઓ છે જે ફિલ્મોમાં અભિનય કરવાની સાથો સાથ ફિલ્મ નિર્માણનું કામ પણ કરી રહ્યા છે. જેમાં અનુષ્કા શર્મા પણ સામેલ છે. તેણે અગાઉ પોતાના બેનરમાં ફિલ્મો આપી છે જે હિટ નિવડી હતી. હવે તેણે એક વેબ શોનું નિર્માણ કર્યુ છે. જો કે આ શોનું ના હજુ નક્કી થયું નથી. પણ તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ શોની કહાની થ્રિલર છે, જે દર્શકોને સતત જકડી રાખશે. ટીઝરનો પ્રારંભ દિલચશ્પ અવાજ સાથે શરૂ થાય છે, જેમાં દહેશત પણ છે. દર્શકોન સામે આ સિરીઝ ઝડપથી આવશે. અમેઝોન પ્રાઇમ વિડીયોએ અને અનુષ્કા શર્માએ સોશિયલ મિડીયા પર ટીઝર પોસ્ટ કરીને લખ્યું છે-બધુ બદલાશે, સમય-લોકો અને લોક. ટીઝર સામે આવી ગયું છે પરંતુ વેબ સિરીઝનું નામ હજુ સામે આવ્યું નથી. લોકોમાં આ કારણે ઉત્સુકતા વધી છે.

 

(9:45 am IST)