Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

હીનાના હાથ પર ત્રણ ફિલ્મો

ટીવી પરદેથી નામના મેળવી ચુકેલી અભિનેત્રી હીના ખાન હવે બોલીવૂડમાં પણ પહોંચી ચુકી છે તેમજ એક વેબ સિરીઝમાં પણ કામ કરી ચુકી છે. અભિનય ઉપરાંત પોતાની સ્ટાઇલને કારણે પણ હીના સતત ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે. તે સમયાંતરે પોતાની એક એકથી ચડીયાતી તસ્વીરો ચાહકો માટે પોસ્ટ કરતી રહે છે.  લોકડાઉનમાં હીના સોશિયલ મિડીયા પર વધુ સક્રિય બની છે. સતત પોતાની તસ્વીરો પોસ્ટ કરી ચર્ચા જગાવતી રહે છે.

ઇંસ્ટાગ્રામ પર તાજેતરમાં હીનાએ કેટલીક તસ્વીરો પોસ્ટ કરી હતી. જેમાં તે ન્હાની નીકળી હોય તેવું જણાઇ રહ્યું હતું. મેકઅપ વગરની આ તસ્વીરોમાં તેના વાળ ખુલ્લા હતાં. જે તેની સુંદરતાને વધુ નિખારતા હતાં. આ તસ્વીરો ખુબ વાયરલ થઇ હતી. તેના ચાહકોને ખુબ ગમી હતી. હીના છેલ્લે હેકડ નામની ફિલ્મમાં જોવા મળી હતી. હવે પછી તે ધ લાસ્ટ વિશમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે એક પરિણિતાના રોલમાં છે. આ ઉપરાંત કન્ટ્રી ઓફ બ્લાઇન્ડ નામની ફિલ્મપણ તેની પાસે છે. કુશાલ ટંડન સાથે ઝી-૫ની હોરર ફિલ્મ પણ તે કરી રહી છે.

 

(9:44 am IST)