Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ફિટનેસ પર ખુબ ધ્યાન આપી રહી છે દબંગ ગર્લ સોનાક્ષી

બોલીવૂડમાં આવતાની સાથે જ સોનાક્ષીએ સફળતા મેળવી લીધી હતી. જો કે તેના શરીરને કારણે ઘણાએ તેની મજાક ઉડાવી હતી. પરંતુ હવે સોનાક્ષી ફિટનેસ પર ખુબ ધ્યાન આપી રહી છે. તે પોતાના શરીર બાબતે અત્યંત સતર્ક થઇ ગઇ છે. તેણે તાજેતરમાં એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે ઉંઘા માથે રહીને કરતબ દેખાડતી જોવા મળી હતી. આ મજેદાર વિડીયોને તેના અનેક ચાહકોએ લાઇકસ કર્યો હતો. સોનાક્ષી વિડીયોમાં ખુબ જ ખુબસૂરત દેખાઇ રહી હતી. હાલમાં તે હેપ્પી ફીર ભાગ જાયેગી ફિલ્મનું કામ કરી રહી છે. તે સલમાન ખાનની દબંગ-૩માં પણ કામ કરી રહી છે.

 

(5:45 pm IST)