Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

હવે હોલીવૂડની ફિલ્મમાં જાસૂસ બનશે રાધિકા

'સ્લમડોગ મિલિયેનર' ફેઇમ દેવ પટેલની ભુમિકા વાળી ફિલ્ ધ વેડિંગ ગેસ્ટ પછી રાધિકા આપ્ટેએ વધુ એક હોલીવૂડ ફિલ્મ સાઇન કરી હછે. બીજા વિશ્વ યુધ્ધ પર આધારીત આ મહિલા પ્રધાન ફિલ્મમાં રાધિકાને મહત્વનો રોલ મળ્યો છે. આ ફિલ્મ વિંસ્ટન ચર્ચિલના સિક્રેટ આર્મીના જાસૂસોની અસલી કહાની પર આધારીત છે. ફિલ્મમાં રાધિકા ભારતીય મુળની નૂર ઇનાયત ખાનનો રોલ નિભાવશે. નૂર પહેલી વાયરલેસ ઓપરેટર અને બ્રિટીશ જાસૂસ હતી. આ ફિલ્મમાં રાધિકાને હોલીવૂડના અનેક નામી કલાકારો સાથે કામ કરવાની તક મળશે. ફિલ્મનું નિર્દેશન લિડીયા ડીન પિલ્ચર કરી રહ્યા છે. રાધિકાએ કહ્યું હતું કે ફિલ્મની કહાની ખુબ દિલચશ્પ છે. આવી કહાની અત્યાર સુધી આવી નથી.

(9:52 am IST)
  • દિવસ અને રાત પેટ્રોલ- ડીઝલના ભાવમાં સતત ભડકો: છેલ્લા ૫૫ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવો દેશમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા access_time 9:58 pm IST

  • ગુજરાતમાં પોતાના નેટવર્કમાં જબ્બર વધારો કરવા એરટેલ સાબદું:એરટેલે આજે ગુજરાતમાં તેના નેટવર્કના એકસપાન્સન માટે મેજર પ્લાન જાહેર કર્યા છે.: ગુજરાતમાં ૯ હજાર નવી સાઇટ અને ૨૦૦૦ કિ.મી.ની ફાઇબર ઓપ્ટિક લાઈન આ વર્ષમાં પાથરવામાં આવશે access_time 10:01 pm IST

  • કેનેડાના ટોરોન્ટોમાં પગપાળા જતા લોકોને વાને હડફેટે લેતા 10 લોકો ઘાયલ : આ અકસ્માત ફિન્ચ એવન્યુની યૉંગ સ્ટેટમાં થયો હતો: આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે: અકસ્માતને બપોરે 1:30 વાગ્યે થયો હતો : સ્થાનિક પોલીસએ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલા લોકોની પુષ્ટિ કરી નથી. access_time 1:19 am IST