Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

વાણી કપૂરને મળી મોટી ફિલ્મ

બોલીવૂડમાં નામના મેળવી ચુકેલી અભિનેત્રી વાણી કપૂર એક પછી એક મોટી ફિલ્મો મેળવી રહી છે. છેલ્લે રિતીક રોશન અને ટાઇગર શ્રોફ સાથે વોર જેવી બ્લોક બસ્ટર ફિલ્મ કરી સફળતાનો સ્વાદ ચાખી ચુકેલી વાણી કપૂરને હવે અક્ષય કુમાર સાથે ફિલ્મ મળી છે. વોરમાં તેનો રોલ ભલે નાનો હતો, છતાં તેને ખુબ ફાયદો થયો હતો. આ ફિલ્મ પછી તેને હવે જે ફિલ્મ મળી છે તેનું નામ બેલબોટમ છે. ફિલ્મમાં અક્ષય કુમાર હીરો છે. અક્ષયની પત્નિના રોલમાં વાણીને લેવામાં આવે તેવી વાત થઇ રહી છે. વાણી આ રોલ માટે ખુબ જ ઉત્સાહિત છે. તેને રોલ ઓફર થતાં જ હા પાડી દીધી હતી. અક્ષય કુમાર જેવા સ્ટાર સાથે ફિલ્મ મળે તેની તક કોણ જતું કરી શકે? વાણી લાંબા સમયથી બોલીવૂડમાં છે. તેણે ઓછી ફિલ્મો કરીને પણ નિર્માતા-નિર્દેશકોનું ધ્યાન ખેંચ્યું છે. બેલબોટમનું કામ ખુબ ઝડપથી શરૂ થવાનું છે.

(10:18 am IST)