Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

ઉદય ચોપરાના સમયાંતરી થતા વૈચારિક ટ઼વિટથી તેમના ચાહકો પરેશાન થઇ રહ્યા

મુંબઇ :  લાંબા સમયથી ગાયબ ચાલી રહેલા ઉદય ચોપરાએ શુક્રવારે બે અજીબ ટવિટ કરીને લોકોને હેરાન કરી દીધા હતા. તેમને ટવિટમાં લખ્યું હતું કે તેઓ ઠીક નથી. તેઓ પુરા પ્રત્યન કરી રહ્યા છે પરંતુ સફળ નથી થઇ રહ્યા. જયારે બીજી ટવિટમાં તેને આત્મહત્યાની વાત પણ કરી, પરંતુ ત્યારપછી તેને લખીને ડીલીટ પણ કરી દીધું.

ઉદય ચોપરાએ બીજી પોસ્ટમાં લખ્યું કે તેમને થોડા કલાક માટે પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડી-એક્ટિવેટ કરી દીધું અને એવું અનુભવ કરવા લાગ્યા કે તેઓ મરવાના છે. ત્યારપછી તેમને લખ્યું કે આત્મહત્યા કરવાનો આ એક સારો ઓપશન છે. જલ્દી તેઓ તેને હંમેશા માટે કરી પણ શકે છે.

થોડી વાર પછી તેને બંને ટવિટ ડીલીટ પણ કરી દીધી પરંતુ ફેન્સ તેને વાંચીને થોડા ગભરાઈ ગયા હતા. આ ટવિટ અંગે હજુ સુધી ઉદય ચોપરા ઘ્વારા કોઈ પણ સફાઈ નથી આપવામાં આવી. સૂત્રો અનુસાર લાંબા સમયથી ફિલ્મોથી દૂર હોવાને કારણે તેઓ ડિપ્રેશનના શિકાર છે.

થોડા દિવસ પહેલા ઉદય ચોપરાની એક ફોટો પણ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ હતી, જેમાં તેઓ પોતાના વધેલા વજન સાથે જોવા મળી રહ્યા હતા. આપને જણાવી દઈએ કે ઉદય ચોપરા છેલ્લે આમિર ખાન અને અભિષેક બચ્ચન સાથે ધૂમ 3 ફિલ્મમાં જોવા મળ્યા હતા.

(2:01 pm IST)
  • હાર્દિક પટેલ બન્યો કોંગ્રેસનો સ્ટાર પ્રચારક : UPમાં કોંગ્રેસ માટે કરશે પ્રચાર : યુ.પી.ના 40 કોંગ્રેસી સ્ટાર પ્રચારકોમાં ગુજરાતમાંથી માત્ર હાર્દિક પટેલનું નામ : રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, નવજોતસિંહ સિધ્ધુ સહિતના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર access_time 12:12 am IST

  • અશોક ગેહલોટે કહ્યું ગાંધી પરિવાર વિના કોંગ્રેસ પાર્ટી તૂટી જશે એટલા માટે તેઓનું નેર્તુત્વ જરૂરી :રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટએ કહ્યું કે રાહુલ ગાંધી શાનદાર માણસ છે દેશભક્ત છે તેઓ ગરીબ માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે access_time 1:40 am IST

  • ગુજરાત કોંગ્રેસના પ્રભારી - સાંસદ રાજીવ સાતવ ને વિશેષ જવાબદારી સાથે ગુજરાત ચૂંટણીમાં વ્યસ્તતાને કારણે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારીથી દૂર રખાયા હોવાનું જાણવા મળે છે. access_time 9:05 pm IST