Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

'102 નોટ આઉટ'નું ટ્રેલર રિલીઝ

મુંબઇ: સુપરહિટ ગુજરાતી નાટક ૧૦૨ નોટ આઉટ પરથી નામે બની રહેલી હિન્દી ફિલ્મનું ટ્રેલર સોશ્યલ મિડિયા પર રિલિઝ કરાયું હતું. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને રિશિ કપૂર ફિલ્મમાં પિતા પુત્રનો રોલ કરી રહ્યા છે. અમિતાભ ૧૦૨ વર્ષના અને રિશિ કપૂર ૭૫ વર્ષના પાત્રો ભજવી રહ્યા છે. ટ્રેલરમાં રિશિ કપૂર એક ઇંડાના કોચલામાંથી બહાર આવી રહ્યા હોય એવું દેખાડયું છે. પિતા પુત્ર બંનેના લૂક પણ ખાસ્સા રમૂજી છે. અમિતાભ કટાક્ષ વેરતું સ્મિત કરી રહેલા દેખાય છે. ફિલ્મના ડાયરેક્ટર ઓહ્ માય ગૉડ ફેમ ઉમેશ શુક્લાએ કહ્યું કે અમે એક પછી એક થોડાંક પોસ્ટર્સ રજૂ કરવાના છીએ. દરેક પોસ્ટરમાં અલગ પ્રકારની રમૂજ હશે. જેમ જેમ પોસ્ટર્સ પ્રગટ થતાં જશે તેમ તેમ તમને પાત્રોના વ્યક્તિત્વનો ખ્યાલ આવતો જશે. ઇંડાના કોચલામાંથી રિશિ કપૂરના બહાર આવવા બાબતમાં ઉમેશે કહ્યું કે અમે અલગ પ્રકારની રમૂજ રજૂ કરવા ધારીએ છીએ એટલે રીતે વાતને રજૂ કરી હતી. ફિલ્મ સોની પિક્ચર્સ દ્વારા બનાવાઇ રહી છે.

 

 

(5:10 pm IST)