Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ચીનમાં 250 કરોડની કમાણી કરી 'બજરંગી ભાઈજાન'ને

મુંબઈ:સુપર સ્ટાર સલમાન ખાનની કબીર ખાન નિર્દેશિત ફિલ્મ બજરંગી ભાઇજાને ચીનની બોક્સ ઑફિસને પણ છલકાવી હતી અને ૨૫૦ કરોડની કમાણી નોંધાવી હતી એવી ઔપચારિક જાહેરાત કરાઇ હતી. ટ્રેડ પંડિત તરણ આદર્શે ટ્વીટર પર મૂકેલા સંદેશામાં જણાવ્યા મુજબ ગળાકાપ સ્પર્ધા હોવા છતાં સલમાન ખાનની બજરંગી ભાઇજાન ફિલ્મે ચીનમાં સફળતાનો આંક જાળવી રાખ્યો હતો અને અત્યાર સુધીમાં ૨૫૦ કરોડની કમાણી નોંધાવી હતી. ૨૦૧૫માં રજૂ થયેલી ફિલ્મમાં એક મૂગી પાકિસ્તાની બાળકી અજાણતાંમાં પોતાની માતાથી છૂટી પડીને ભારતમાં રહી જાય છે ત્યારે સલમાનનું પાત્ર જાનના જોખમે પાસપોર્ટ વગર એને પાકિસ્તાનમાં એનાં માતાપિતા પાસે મૂકવા જાય છે એવી કથા હતી. બાળ કલાકાર હર્ષાલી મલ્હોત્રાએ મૂગી બાળકીનો રોલ કર્યો હતો અને નવાઝુદ્દીન સિદ્દીકીએ ટીવી પત્રકારનો સરસ રોલ કર્યો હતો. ફિલ્મ ભારત ઉપરાંત પાકિસ્તાનમાં પણ સુપરહિટ નીવડી હતી.

 

 

(5:10 pm IST)