Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

પોતાની માસી પદ્મિનીના ગીત તુમસે મિલકર ના જાને ક્યોં... પર ધમાકેદાર ડાન્સ કરતી શ્રદ્ધા કપૂરનો વીડિયો સોશ્યલ મીડિયો પર વાયરલ

નવી દિલ્હી : મિથુન ચક્રવર્તી અને શ્રદ્ધા કપૂર દ્વારા હાલમાં જ તુમસે મિલકર ના જાને ક્યોં...ગીતને રિક્રિએટ કરવામાં આવ્યું હતું. હકીકતમાં બોલિવૂડના ટોચના એક્ટર્સ મિથુન ચક્રવર્તી અને ધર્મેન્દ્ર ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસ 5ના સેટ પર હાજર હતી. ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર પોતાની ફિલ્મ બાગી 3ને પ્રમોટ કરવા પહોંચ્યા હતા. આ શોના ફિનાલેમાં મિથુન અને શ્રદ્ધાએ તુમસે મિલકર ના જાને ક્યોં...પર ડાન્સ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ પર્ફોમન્સની ખાસ વાત મિથુન ચક્રવર્તીના એક્સપ્રેશન હતા. ધર્મેન્દ્રએ પણ તેમનો શાનદાર ડાન્સ જોઈને બહુ તાળી વગાડી હતી. સ્ટાર પ્લસે પોતાના સોશિયલ મીડિયા પર આ વીડિયો શેયર કર્યો છે અને લોકોને આ વીડિયો બહુ પસંદ પડી રહ્યો છે.

તુમસે મિલકર ના જાને ક્યોં...ગીત 1985માં આવેલી ફિલ્મ પ્યાર ઝુકતા નહીંનું છે. આ ફિલ્મમાં મિથુન અને પદ્મિની કોલ્હાપુરી લીડ રોલમાં હતા. પદ્મિની રિયલ લાઇફમાં શ્રદ્ધા કપૂરની માસી છે. વાયરલ વીડિયોમાં લોકોને મિથુન અને શ્રદ્ધાની જોડી બહુ પસંદ પડી છે.

 

(4:46 pm IST)