Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

સાઉથમાં નસિબ અજમાવશે જૈકલીન

શ્રીલંકન સુંદરી જૈકલીન ફર્નાન્ડીઝ બોલીવૂડમાં ફિલ્મ અલ્લાદ્દિનથી અભિનય કારકિર્દી શરૂ કર્યા પછી અનેક મોટી ફિલ્મો કરી ચુકી છે. ૨૦૦૯થી અત્યાર સુધીમાં તેણે ૨૧ જેટલી ફિલ્મો કરી છે. જેમાં હાઉસફુલ સિરીઝની ફિલ્મો, મર્ડર-૨, રેસ-૨, કિક, ઢીસૂમ, બ્રધર્સ, સાહો, ડ્રાઇવ સહિતની ફિલ્મો સામેલ છે. બોલીવૂડની સાથોસાથ હવે જૈકલીન સાઉથની ફિલ્મો પણ કરી રહી છે. તે દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ નસિબ અજમાવવા જઇ રહી છે. નિર્દેશક કૃષ જગારલામુદીની એક કોસ્ચ્યુમ ડ્રામા ફિલ્મ માટે જૈકલીનની પસંદગી થઇ છે. જેમાં તે તેલુગુ સુપરસ્ટાર પવન કલ્યાણ સાથે કામ કરતી જોવા મળશે. પવન કલ્યાણ  ફિલ્મો ઉપરાંત રાજકારણમાં પણ સક્રિય છે. રાજકારણને કારણે ફિલ્મોમાંથી થોડો સમય દુર રહ્યા પછી હવે તે આ ફિલ્મથી કમબેક કરશે. જૈકલીનનું નામ આ ફિલ્મ માટે નક્કી થઇ ગયું છે. સાહોમાં પ્રભાસ સાથે જૈકલીન આઇટમ સોંગ કરી રહી છે. બોલીવૂડમાં તે હાલમાં 'એટેક' નામની ફિલ્મનું શુટીંગ કરી રહી છે. જેમાં જોન, રકુલપ્રિત સિંહ પણ છે.

(9:48 am IST)