Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

૨૦૨૨ ભારતીય બોક્ષ ઓફીસ માટે બ્‍લોક બાસ્‍ટરઃ ૧૦૦૦૦ કરોડનું બીજા નંબરનું રેકોર્ડ

૨૦૨૩માં ૧૧ થી ૧૨ હજાર કરોડનું કલેકશન થવાનો અંદાજ

મુંબઇ, તા.૨૪: ભારતીય બોક્ષ ઓફીસે ૨૦૨૨માં ૧૦૦૦૦ કરોડથી વધારે રૂપિયાનું કલેકશન કરીને અત્‍યાર સુધીનું બીજા નંબરનું કલેકશન મેળવ્‍યુ છે. કોરોના પ્રતિબંધો હળવા થવાની સાથે સીનેમાઘરો ફરી એકવાર છલકાવા લાગ્‍યા છે અને ચાલુ વર્ષ માટે નવા રેકોર્ડની શકયતાઓ સર્જાઇ રહી છે.

એમ-ઓર્મેક્ષ ગ્રુપના એક રીપોર્ટ અનુસાર, ૨૦૨૨ું કુલ બોક્ષ ઓફીસ કલેકશન ૧૦,૬૩૭ કરોડ રૂપિયા રહ્યુ છે, જે ૨૦૧૯ના કોરોના પહેલાના વર્ષ ૨૦૧૯ અત્‍યાર સુધીના સૌથી વધારે કલેકશન ૧૦,૯૪૮ કરોડ પછી બીજા નંબરનું છે. જો કે આ વર્ષના ૧૦,૬૩૭ કરોડના કલેકશનમાં પણ ૨૦૨૨ના જાન્‍યુઆરી અને ફેબ્રુઆરીમાં દેશના ઘણા ભાગોમાં થીયેટરો બંધ હતા અને મોટી ફીલ્‍મો રજૂ નહોતી કરાઇ એવુ વિશ્‍લેષકોનું કહેવુ છે.

ઓર્મેક્ષ મીડીયાના સીઇઓ શૈલેષ કપૂરે કહ્યુ કે ૨૦૨૩નું વર્ષ બે વર્ષના કોરોના કાળ પછી સૌથી જોરદાર રહેવાની સંભાવના છે કેમ કે ભારતીય અને હોલીવુડ ફીલ્‍મો એક પછી એક પાઇપલાઇનમાં છે અને આ વર્ષે કલેકશન ૧૧,૦૦૦ થી ૧૨,૦૦૦ કરોડ થવાની શકયતા છે.

(11:42 am IST)