Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

આ વર્ષે પણ દર્શકોને ખુશ કરશે અમિત

અમિત સાધ બોલીવૂડના નોંધપાત્ર અભિનેતાઓમાં સામેલ છે. તેના માટે પાછલુ વર્ષ ખુબ સારુ રહ્યું હતું. હવે તે આ વર્ષમાં વધુ કામ કરવાની આશા રાખી રહ્યો છે. તેની આગામી ફિલ્‍મ પૂણે હાઇવે ચર્ચામાં છે. આ ફિલ્‍મ થ્રિલર ડ્રામા છે. અમિત સાથે આ ફિલ્‍મમાં જિમ સર્ભ મુખ્‍ય રોલમાં છે. પૂણે હાઇવે ઉપરાંત દુરંગા-૨ પણ તે કરી રહ્યો છે. આ સિરીઝનું શુટીંગ ઝડપથી શરૂ થવાનું છે. સિઝન વનમાં અમિતે ખાસ કેમિયો કર્યો હતો. આ ઉપરાંત શિલ્‍પા શેટ્ટી સાથે પણ તે એક ફિલ્‍મમાં કામ કરી રહ્યો છે. કાઇપો છે, સુલતાન, ગોલ્‍ડ, સુપર થર્ટી સહિતની ફિલ્‍મો કરી ચુકેલા અમિતે જીદ, અવરોધ, સીઝન્‍સ ઓફ બ્રીધમાં શાનદાર રોલ નિભાવ્‍યા છે. આ વર્ષમાં પણ તે દર્શકોના દિલ જીતી શકાય તેવા કામ કરી રહ્યો છે. એક દસકથી વધુ સમયથી કામ કરી રહેલા અમિતે ૨૦૧૦માં ફૂંક-૨ ફિલ્‍મથી શરૂઆત કરી હતી. એ પહેલા તેણે ૨૦૦૨માં ટીવી પરદે એન્‍ટ્રી કરી હતી અને ૨૦૦૭ સુધી ઘણા શોમાં કામ કર્યુ હતું.

(10:50 am IST)