Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ઋષિ કપૂરે સોશ્યલ મીડિયામાં પ્રાણની તસવીર શેર કરીને લોકોને પૂ્છ્યુ આ કોણ છે ?

નવી દિલ્હી: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે ન્યૂયોર્કથી ગત વર્ષ કેન્સરની સારવાર કરાવી હતી. ન્યૂયોર્કથી પાછા ફર્યા બાદ ઋષિ કપૂર ફરીએકવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળી રહ્યાં છે. તેમણે હાલમાં જ ટ્વીટર પર એક તસવીર શેર કરી. જે જોત જોતામાં તો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગઈ. આ તસવીરને શેર કરતા તેમણે પોતાના ચાહકોને પૂછ્યું કે શું આ તસવીરમાં જે વ્યક્તિ છે તેને તેઓ ઓળખી શકે છે. તો કેટલાક એકદમ સટિકજવાબ આપ્યાં જ્યારે કેટલાકે ખોટા જવાબ આપ્યાં.

આ તસવીરને શેર કરતા ઋષિ કપૂરે ટ્વીટર પર લખ્યું કે હું ઈચ્છું છું કે તમે મને જણાવો કે આ વ્યક્તિ કોણ છે? જો કોઈને આ અંગેનો જવાબ પોતાના અન્ય સૂત્રથી ખબર પડે તો કૃપા કરીને ખુલાસો અત્યારે ન કરતા અને બીજા માટે સસ્પેન્સ ખતમ ન કરતા. આભાર. હું તમને 10/20/50 તકો આપુ છું. ત્યારબાદ પોતાની બીજી ટ્વીટની સાથે ઋષિએ જવાબ આપતા કહ્યું કે આ તસવીર વીતેલા જમાનાના દિગ્ગજ કલાકાર પ્રાણની છે. જે પોતાનું રૂપ બદલવામાં એક્સપર્ટ હતા.

આ અગાઉ ઋષિ કપૂરની આ ટ્વીટ પર કેટલાકે જવાબ આપ્યો કે આ તસવીર મધુબાલાની છે. કોઈએ કહ્યું કે રાજ કપૂરની છે. પરંતુ એક યૂઝરે એકદમ યોગ્ય જવાબ આપતા કહ્યું કે આ દિગ્ગજ અભિનેતા પ્રાણની તસવીર છે. તે વખતે પ્રાણના લગ્ન થયા નહતાં અને મોટા ભાઈના લગ્નમાં આ ગેટઅપમાં તેઓ પોતાની ભાભીની સામે ભાઈની પ્રેમિકા બનીને આવીને ઊભા રહી સરપ્રાઈઝ આપી હતી.

(4:39 pm IST)