Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

રાઇટરનો આભાર માની રહી છે અદિતી

અભિનેત્રી અદિતિ ગુપ્તા હાલમાં ટીવી શો 'ધડકન જિંદગી કી'માં ડોકટરનું પાત્ર ભજવી રહી છે. તે કહે છે ડો. દિપીકા સિંહનું પાત્ર એક મજબૂત મહિલાનું પાત્ર છે. સ્ટ્રોન્ગ મહિલાઓ પ્રત્યે મારું હમેંશા આકર્ષણ રહ્યું છે. ડોકટર દિપીકાના પાત્ર દ્વારા એક પાવરફુલ અને અદ્દભુત સ્ટોરીલાઇનમાં કામ કરવાની તક મળી એ મારા માટે ખુબ જ ખુશીની વાત છે. રાઇટરે ખુબ જ સારું પાત્ર લખ્યું એ માટે હું તેમની આભારી છું. મેં મારી જિંદગીમાં ઘરે કે કામના સ્થળે એક કોઇપણ જગ્યાએ કદી પણ જાતીય અસમાનતાનો અનુભવ નથી કર્યો.  ડો. દિપીકાને તેની લાઇફમાં ઘણી પરિસ્થિતિમાંથી પસાર થતી જોઈને લાગે છે કે હું મહિલાઓ માટેની એક અલગ જ દુનિયાની સામે ઊભી રહી છુ. તે જ્યારે પણ ભેદભાવનો સામનો કરે છે ત્યારે મને પણ એનો અહેસાસ થાય છે. તેના પ્રોફેશન પહેલાં તે મહિલા છે, એ રીતે તેને જોવામાં આવે છે અને એથી તે કેટલી  દુઃખી થાય છે એ પણ હું જાણી શકું છું. દુનિયામાં લોકો કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે એનો મને અહેસાસ છે. અદિતીએ ૨૦૦૮માં કિસ દેશ મેં હૈ મેરા દિલ શોથી શરૂઆત કરી હતી.

(9:48 am IST)