Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

કમાણીના મામલે દિવ્યંકા ત્રિપાઠી નં.૧: અન્યોની કેટલી કમાણી ?

બોલીવુડના સ્ટાર્સની જેમ ટીવીના સ્ટાર્સ પણ કમાય છે તગડુ

નવી દિલ્હી તા.ર૩ : ટીવીનો જલ્વો હવે પહેલા જેવો નથી રહ્યો, બોલીવુડના સ્ટાર્સની જેમ ટીવી સ્ટાર્સ પણ ભારે લોકપ્રિય છે અને કમાણીના મામલામાં પણ તેઓ પાછળ નથી. ટીવીના દસ એવા અભિનેતા છે જેમની કમાણી લાખો રૂપિયા છે. કમાણીના મામલામાં દિવ્યંકા ત્રિપાઠી નંબર વન છે. તેની એક એપિસોડની આવક ૮૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ રૂ. છે. તે વર્તમાન અભિનેત્રીઓમાં સૌથી વધુ કમાય છે.

ટીવી અભિનેત્રી હીના ખાન હાલ ડેઇલી શોપથી દુર છે પરંતુ માનીએ તો હીના યે રિશ્તા કયા કહેલાતા હૈમાં પોતાના રોલ માટે ૧ લાખથી સવા લાખ રૂપિયા લેતી હતી. જો કે તેણે આ શો છોડી દીધો છે. ઝી ટીવીના પવિત્ર રિશ્તાથી ફેમસ થયેલી અંકિલા લોખંડે પણ એક એપિસોડના ૯૦ હજારથી દોઢ લાખ લેતી હતી.

ટીવીની સીનીયર અને જાણીતી અભિનેત્રી સાક્ષી તંવર પણ તગડી ફી લ્યે છે તે એક એપિસોડ માટે ૮૦,૦૦૦ રૂ. લ્યે છે. જયારે એકટર્સની વાત કરીએ તો રામ કપુર ટોપ ઉપર છે. રામ કપુર મહિનામાં ૧પ દિવસ જ ટીવી માટે કામ કરે છે અને તેઓ એક એપિસોડના સવા લાખ રૂપિયા લ્યે છે. સ્ટાર પ્લસના યે રિશ્તા કયા કહેલાતા હૈના એકટર કરણ પટેલ એક એપિસોડના એક થી સવા લાખ રૂપિયા લ્યે છે. રામ કપુરની જેમ રોનિત રોય પણ ૧પ દિવસ કામ કરે છે અને એક એપિસોડના સવા લાખ રૂપિયા લ્યે છે.

લાઇફ ઓકેના શો મહાદેવથી ઘેર-ઘેર જાણીતા થયેલા એકટર મોહીત રૈના પણ એક એપિસોડના એક લાખ રૂપિયા લ્યે છે. સોની ટીવીના શો સીઆઇડીના એકટર શિવાજી સાટમ પણ એક એપિસોડના એક લાખ લ્યે છે. ટીવીના હેન્ડસમ મિશાલ રહેજા ૧.૬ લાખ રૂપિયા પ્રતિ એપિસોડ ચાર્જ કરે છે.

(12:04 am IST)