Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

અજયની ફિલ્મમાં હવે શ્રધ્ધા

અભિનેત્રી શ્રધ્ધા કપૂરને હાલમાં એક પછી એક મોટી ફિલ્મો મળી રહી છે. શ્રધ્ધાની બે ફિલ્મો સાહો અને છિછોરે ઉપરા ઉપરી આવી છે અને બંને ફિલ્મો દર્શકોને ગમી છે. શ્રધ્ધા હાલમાં ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરના શુટીંગમાં વ્યસ્ત છે. હવે તે લવ રંજની એક ફિલ્મમાં જોવા મળશે.આ ફિલ્મમાં પહેલા દિપીકા પાદુકોણ, અજય દેવગણ અને રણવીરસિંહ કામ કરવાના હતાં. પણ હવે ચર્ચા છે કે લવ રંજનની આ ફિલ્મમાં દિપીકાની જગ્યાએ શ્રધ્ધા કપૂરને પસંદ કરવામાં આવી છે. લવ રંજન પર મી ટૂ અભિયાન અંતર્ગત યોૈન શોષણનો આરોપ મુકાયો હતો. દિપીકાએ આ કારણે ફિલ્મ છોડી દીધાની વાતો વહેતી થઇ હતી. પણ દિપીકાએ આ વાતને ખોટી ગણાવી હતી. લવ રંજને હવે આ ફિલ્મ માટે શ્રધ્ધા કપૂરની પસંદગી કરી છે. તે આ ઓફરથી અત્યંત ખુશ છે. અજય દેવગણ સાથે પણ તેણે મુલાકાત કરી હતી. શ્રધ્ધા એક બાયોપિક પણ કરી રહી છે.

(10:02 am IST)
  • પોરબંદરમાં ભારેબપોરે ધોધમાર અડધાથી પોણો ઇંચ વરસાદ ખાબક્યો : રસ્તાઓમાં નદીઓ વહી : રાણાવાવ અને કુતિયાણામાં વરસાદી ઝાપટા : વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 6:44 pm IST

  • મધ્યપ્રદેશમાં કોર્ટ પરિસરમાંથી જજ લાપતા : ગૂમ થયાનો મામલો નોંધાયો : સતનામાં અદાલત પરિસરમાંથી 35 વર્ષીય ન્યાયધીશ આર,પી, સિંહ લાપતા થયા access_time 1:06 am IST

  • હ્યુસ્ટનમાં હાઉડી મોદી : પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું તમે સપરિવાર સાથે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો access_time 1:05 am IST