Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

મુંબઇ ક્રાઇમ બ્રાંચ ફેક ફોલોઅર્સ મામલામાં દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા સહિત 10 સેલિબ્રિટીઓની પૂછપરછ કરે તેવી શક્‍યતા

મુંબઈઃ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ફેલ સોશિયલ મીડિયા ફોલોઅર્સ સ્કેમની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યાં છે. તપાસનું સૌથી ચોંકાવનારૂ પાસુ છે કે બોલીવુડ સેલિબ્રિટી દીપિકા પાદુકોણ પ્રિયંકા ચોપડા જોનાસની સાથે 10 સેલિબ્રિટીઓના નામ ફેક ફોલોઅર્સની લિસ્ટમાં સામેલ છે. આ ફેક ફોલોઅર્સને ઇન્સ્ટાગ્રામની ભાષામાં "Bots" કહેવામાં આવી છે. હવે મુંબઈ પોલીસ જલદી આ બધી સેલિબ્રિટીઓની પૂછપરછ કરી શકે છે. આવનારા સપ્તાહમાં આ પૂછપરછ શરૂ થશે, જેમાં ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પ્રમાણે આશરે 100થી 150 વ્યક્તિઓના સ્ટેટમેન્ટ લેવામાં આવશે.

નિવેદન લેતા સમયે પોલીસ આ તમામ સેલિબ્રિટીઓને તેને ફોલો કરી રહેલા ફોલોઅર્સના નંબરને પ્રૂફ કરવા માટે કહેશે. એટલે સેલિબ્રિટીઓએ સાબિત કરવું પડશે કે તેના ફોલોઅર્સ ખરેખર અસલી છે ન તેણે કોઈ કંપની પાસેથી ખરીદ્યા છે. અત્યાર સુધી આ મામલે 18 લોકોની પૂછપરછ કરવામાં આવે છે, જેમાંથી બધા લોકો બોલીવુડ અથવા ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીઝમાંથી આવે છે. તેમાં પ્રોડ્યૂસર, ડાયરેક્ટર, એક્ટ્રેસ સિવાય મેકઅપ આર્ટિસ્ટ, કોરિયોગ્રાફર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર જેવા લોકો સામેલ છે. આ બધા બોલીવુડના સેકેન્ડ ગ્રેડ સેલિબ્રિટી છે. આ સાથે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ફ્રાન્સ સરકારને એક પત્ર લખ્યો છે, જેમાં followerscart.com  સાથે જોડાયેલા લોકો ફ્રાન્સમાં રહી રહ્યાં છે, તેના વિશે જાણકારી માગી છે.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચે આશરે 68 એવી કંપનીઓની ઓખળ કરી છે જે આ રીતે ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ રેકેડ ચલાવી રહી છે. પોલીસ પહેલા અભિષેક નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને પોલીસ સૂત્રો પ્રમાણે વધુ એક વ્યક્તિની આ મામલે પૂછપરછ કરવામાં આવી છે.  હવે પોલીસ કોએના મિત્રાના મામલાને પણ ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ સ્કેમ અંતર્ગત તપાસી રહી છે. તેમાં પોલીસને સાહિલ ખાન નામના એક વ્યક્તિની ઓળખ થઈ છે.

ક્રાઇમ બ્રાન્ચ પ્રમાણે આ સિસ્ટમ  "Cost per Post" પર ચાલે છે. એટલે કે દરેક પ્રભાવશાળી સોશિયલ મીડિયા યૂઝરનો એક ભાવ નક્કી હોય છે, જેના વધુ ફોલોઅર્સ હોય છે, તેને કોઈપણ બ્રાન્ડ સાથે જોડાયેલી સોશિયલ મીડિયા પોસ્ટ કરવાના એટલા પૈસા મળે છે. જેથી ઘણી બોલીવુડ અને ટેલીવિઝનની સેલિબ્રિટીઓ આ પ્રકારની કંપનીઓ સાથે ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ માટે ડીલ કરે છે. આ રીતે સોશિયલ મીડિયા પર એક રેકેટ ચાલી રહ્યું છે.

(5:14 pm IST)