Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

પ્રભાસ લેશે ૫૦ કરોડ

પ્રભાસ સાથેની ફિલ્મથી સૌથી મોંઘી એકટ્રેસ બની જશે દીપિકા? ૨૦ કરોડો લેશે

મુંબઇ,તા.૨૩:દીપિકા પાદુકોણ અત્યારે બોલિવૂડની ટોપ અને હાઈએસ્ટ પેઈડ એકટ્રેસિસ પૈકીની એક છે. જયારે પણ તેની કોઈ ફિલ્મ એનાઉન્સ થાય છે તો સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ જાય છે. તાજેતરમાં જ તેણે જણાવ્યું કે, તે આગામી ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર 'બાહુબલી'પ્રભાસ સાથે કામ કરવા જઈ રહી છે. શું તમને ખબર છે કે, આ ફિલ્મ માટે દીપિકા કેટલી ફી લઈ રહી છે? આવો તમને જણાવીએ.

આ ફિલ્મને વેજયંતી મૂવીઝ પ્રોડ્યૂસ કરી રહ્યું છે અને ડિરેકશન અશ્વિન નાગ કરશે. આ રિપોર્ટ્સ સામે આવતાની સાથે જ તે ઈન્ટરનેટ પર ટ્રેન્ડિગ સ્ટોરી બની ગઈ. હવે ફિલ્મ અંગે નવી અને ઈન્ટરેસ્ટિંગ અપડેટ સામે આવી છે.

અસલમાં સાઉથના મેકર્સે દીપિકાને આ ફિલ્મ માટે કેવી રીતે મનાવી તેનો ખુલાસો થયો છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ માટે દીપિકાને ૨૦ કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

રિપોર્ટ્સ અનુસાર, દીપિકા શરૂઆતમાં આ પ્રોજેકટ માટે ઈન્ટરેસ્ટેટ નહોતી. તેણે સ્પષ્ટ કહી દીધું હતું કે, તે આ ફિલ્મ કરવા માગતી નથી. પણ મેકર્સ ઈચ્છતા હતા કે, દીપિકા તેમની ફિલ્મનો હિસ્સો બને.

એક સૂત્રે જણાવ્યું કે, 'હાલના સમયમાં દીપિકા એ હિસાબે પોતાની ફી ડિસાઈડ કરે છે કે, ફિલ્મના લીડ હીરોને કેટલા પૈસા આપવામાં આવી રહ્યા છે. તેને લાગે છે કે, તેણે હવે પોતાના માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવી લીધું છે.'

ભલે આ ફિલ્મમાં દીપિકાની ફી પ્રભાસની ફી (૫૦ કરોડ)ની તુલનામાં ખૂબ ઓછી હોય પણ ૨૦ કરોડ રૂપિયા મળવા તેને ઈન્ડિયન સિનેમાની સૌથી મોંઘી એકટ્રેસિસ બનાવે છે.

ત્યાં સુધી કહેવામાં આવી રહ્યું છે કે, પહેલા આ ફિલ્મમાં એકટ્રેસનો રોલ મજબૂત નહોતો પણ દીપિકાના આવતા જ મેકર્સે તેના કેરેકટર પર કામ કરી રહ્યા છે. સાથે જ તેને મહત્વનો બનાવી રહ્યા છે. અત્યારે બંને એકટર્સ લોકડાઉન બાદ પોત-પોતાના પ્રોજેકટ્સની રાહ જોઈ રહ્યા છે જેના પછી જ તેઓ આ ફિલ્મ પર કામ શરૂ કરશે. એક તરફ જયાં પ્રભાવ શ્નરાધે શ્યામ'માં જોવા મળશે તો બીજી તરફ દીપિકા શકુન બત્રાની આગામી ફિલ્મમાં કામ કરશે.

(3:42 pm IST)