Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

એ પાત્ર નિભાવવું સરળ નહોતું: શ્રુતિ બાપના

અભિનેત્રી શ્રુતિ બાપનાને વેબ સિરીઝ 'બ્રીધ-ઇન ટુ ધ શેડો'ના કામ માટે અભિનંદન મળી રહ્યા છે. આ સિરીઝમાં શ્રુતિએ પહેલી જ વખત સમલૈંગિક પાત્ર નિભાવ્યું છે. આ ઉપરાંત સાઉથની અભિનેત્રી નિત્યા મેનન સાથે લિપલોક સિન પણ આપ્યો છે. શ્રુતિ કહે છે હું સમલૈંગિક ભુમિકા નિભાવવા માટે હું તૈયાર જ નહોતી. મને જ્યારે રોલ મળ્યો અને પુછવામાં આવ્યું કે અંતરંગ દ્રશ્યો માટે તૈયાર હશો? ત્યારે હું સંકોચમાં મુકાઇ ગઇ હતી. અંતરંગ દ્રશ્યો વિશે વધુ વિચાર્યુ પણ નહોતું. મને આ સિન મળ્યા ત્યારે મેં પુરી હિમત અને મહેનતથી મારા પાત્ર નતાશાને ન્યાય આપવા તૈયારી કરી હતી. એક સમલૈંગિક મહિલાના રૂપમાં કામ કરવું સરળ નહોતું. શ્રુતિ કહે છે આ દ્રશ્યને યોગ્ય જ સમજવામાં આવશે એ વાત નજર સામે રાખીને જ શુટીંગ કર્યુ હતું. બધા ખુશ છે અને ગોૈરવ અનુભવી રહ્યા છે. મને લાગે છે કે મને ખુબ મોટી જગ્યા આ સિરીઝમાં મળી છે. આ મારા માટે રાહતભર્યુ છે. ચાહકો મારા કામથી સાચ્ચે જ ખુશ છે. શ્રુતિએ ૨૦૦૯માં વેક અપ સીડ તેમજ એ પછી રાઉડી રાઠોડ, એક દિવાના થા, ગબ્બર ઇઝ બેક, ડેડી, મર્દાની-૨ સહિતની ફિલ્મો અને ચાર જેટલી વેબ સિરીઝ તથા પાંચ ટીવી શો કર્યા છે.

(9:22 am IST)