Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

કુશાલ ટંડનની વેબસિરીઝ રિલીઝ થશે આવતા મહિને

ટીવી પરદાનો સ્ટાર કુશાલ ટંડલ હવે વેબ સિરીઝમાં પણ પહોંચ્યો છે. અલ્ટ બાલાજી નિર્મિત રોમાન્ટીક ડ્રામા સિરીઝ 'બેબાકી' રિલીઝ થવાની તૈયારીમાં છે. આ શોમાં શિવ જ્યોતિ રાજપૂત અને કરણ જોતવાનીની જોડી સાથે કુશાલ ટંડનનો પણ મુખ્ય રોલ છે. શોનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું તેમાં શબ્બીર અહલુવાલીયા, શ્રુતિ ઝા, સુરભી ચંદ્રા, એરિકા ફર્નાન્ડીઝ અને અનેરી વજાણી જેવા ટીવી કલાકારો બેબાકી એટલે શું? તેનો અર્થ સમજાવતાં દેખાય છે. અલ્ટ બાલાજીએ ટીઝર પોસ્ટ કરીને બેબાકી એટલે નિડરતા, હિમત અને પાગલપન એવી વ્યાખ્યા મુકી છે. કુશાલ, શિવ જ્યોતિ અને કરણ આ શોમાં સુફિયાન અબ્દુલ્લા, કાયનાત સાહની અને ઇમ્તિયાઝ અલ્કાઝીના રોલમાં છે. સુફિયાન અને કાયનાત જર્નાલિઝમ પ્રત્યેના પોતાના લગાવને કારણે સંપર્કમામં આવે છે અને મિત્રો બને છે. આ મિત્રતા પછી પ્રેમમાં પરિણમે છે. સુફિયાન સખી સંપન્ન પરિવારમાંથી છે અને કાયનાત અલગ બેકગ્રાઉન્ડ ધરાવે છે. આ બંનેની જિંદગીના ઉતાર-ચડાવ ઓગષ્ટમાં જોવા મળશે. સાથે શોમાં પ્રતિક સહેજપાલ, ઇશાન ધવન, સલોની વોરા, સુચિત્રા પિલ્લઇ, કૃતિકા દેસાઇ, ઇન્દ્રનીલ ભટ્ટાચાર્ય પણ છે.

(9:21 am IST)