Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

દીપિકા પાદુકોણનું લંડનના મેડમ તુસાદ મ્‍યુઝિયમમાં સ્‍ટેચ્‍યુ મુકાશેઃ દિલ્હીમાં પણ તેનું સ્ટેચ્યુ મુકવામાં આવશેઃ ફેસબુક ઉપર માહિતી આપી

મુંબઇઃ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણનું સ્‍ટેચ્‍યુ લંડનના મેડમ તુસાદ મ્‍યુઝિયમમાં મુકવામાં આવશે. એક્ટ્રેસે આ માહિતી ફેસબુક લાઈવ દ્વારા આપી છે.

લંડનના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં પોતાનું વેક્સ સ્ટેચ્યૂ મૂકાવાની વાતથી દીપિકા ઘણી ખુશ છે. થોડા દિવસ પહેલા દીપિકા વેક્સ સ્ટેચ્યૂનું માપ આપવા માટે લંડન ગઈ હતી. આ સ્ટેચ્યૂ આવતા વર્ષે તૈયાર થઈ જશે. લંડન બાદ દિલ્હીના મેડમ તુસાદમાં પણ દીપિકાનું આવું સ્ટેચ્યૂ લગાવવામાં આવશે.

દીપિકા પહેલા અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, શાહરૂખ ખાન, સલમાન ખાન, ઋત્વિક રોશન, માધુરી દીક્ષિતનું સ્ટેચ્યૂ લંડનના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં મૂકાયેલું છે.

દીપિકાના વર્કફ્રંટની વાત કરીએ તો તે વિશાલ ભારદ્વાજની નેક્સ્ટ ફિલ્મમાં જોવા મળશે. હાલ ઈરફાનની ખરાબ તબિયતના કારણે ફિલ્મનું શૂટિંગ અટકી ગયું છે. ઈરફાન ખાન લંડનમાં neuroendocrine ટ્યૂમરની સારવાર કરાવી રહ્યા છે. હાલમાં જ દીપિકાએ એક સુપરહિરો ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. આ ભારતની પ્રથમ ફિમેલ સુપરહિરો ફિલ્મ હશે.

તો બીજી તરફ આ વર્ષે નવેમ્બરમાં દીપિકા રણવીર સાથે લગ્ન કરશે તેવી ચર્ચા છે. જે બાદ બેંગ્લોર અને મુંબઈમાં રિસેપ્શન યોજાશે. દીપિકાને ઘણીવાર પોતાની મમ્મી સાથે શોપિંગ કરતી જોવામાં આવી છે.

(6:12 pm IST)