Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ફિલ્મ સ્ત્રીનું’ ટીઝર રિલીઝ

મુંબઇ: ટોચની કલકાર જોડી રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરને ચમકાવતી ફિલ્મ સ્ત્રીનું ટીઝર તાજેતરમાં રજૂ થયું હતું. આ ટીઝરમાં માત્ર શ્રદ્ધા કપૂરનેા લૂક રજૂ કરાયો હતો. રાજકુમાર રાવ એમાં નહોતો. પરંતુ આજે જ્યારે ઇન્ટરનેટ અને લેટેસ્ટ ટેક્નોલોજી હાથવગી છે ત્યારે કેટલાક ઉત્સાહી ફિલ્મ રસિકોએ એવું શોધી કાઢ્યું હતું કે આ ટીઝર હોલિવૂડની ધ નન ફિલ્મ પરથી બેઠ્ઠું ઊંચકી લેવામાં આવ્યું હતું. ધ નનના પોસ્ટરને જોતાં આ વાતનો ખ્યાલ આવી જતો હતો. થોડા સમય પહેલાંજ આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયું હતું અને એ પ્રસંગે બંને મુખ્ય કલાકારોએ અદ્દલ ફિલ્મી ડાન્સ કરીને પોતાનો આનં વ્યક્ત કર્યો હતો. આ ફિલ્મમાં બંને મુખ્ય કલાકારો વચ્ચેની કેમિસ્ટ્રી ખૂબ વખણાતી હતી. 

 

(4:33 pm IST)