Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સિંઘમના સાત વર્ષ પૂર્ણ થતા રોહિત શેટ્ટીએ શેર કર્યો ખાસ વિડીયો

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ સિંઘમને રિલીઝ થયાને આજે 7 વર્ષ પૂર્ણ થઇ ગયા છે સિંઘમના સાત વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ફિલ્મ નિર્દેશક તેમજ નિર્માતા દર્શકોનો તેમજ ચાહકોનો આભાર માની રહ્યા છે રોહિત શેટ્ટીએ પોતાના ઇન્સટ્રાગ્રામ પર એક વિડીયો શેયર કર્યો છે જેમાં તે ફિલ્મના યાદગાર ડાયલોગ બતાવી રહ્યા છે.તેની સાથે જ એમને લખ્યું છે કે શૂટિંગમાં પ્રથમ દિવસથી લઈને ફિલ્મની રિલીઝ થયા સુધીની યાદગાર સફર અને તેની સાથે જ તેને સહુ કોઈનો આભાર માન્યો છે.

(4:32 pm IST)
  • અમદાવાદ : ટ્રાફિક વિભાગે ઇસ્કોન મંદિરને આપી નોટિસ:મંદિર બહાર અડચણરૂપ થતા પાર્કિંગને કારણે નોટિસ ફટકારાઇ :ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે પાર્કિંગમાં પાર્કિંગ કરવા કહેણ : જો પાલન નહીં થાય તો કાયદાકીય પગલાં પણ ભરાઈ શકે છે. access_time 9:10 am IST

  • વડોદરા : તાંદલજા વિસ્તારમાં આમિર કોમ્પ્લેક્સ પાસે યુવકની હત્યા :પાર્કિંગના મામલે બોલાચાલી થતા યુવક પર થયેલ હુમલો જીવલેણ નીવડ્યો access_time 9:10 am IST

  • કોસ્ટલ હાઇવે પર માધવપુર ઘેડ પાટા વચ્ચે મધુવંતી નદીના બારામાં માછીમારી કરતો શખ્શ પાણીના પ્રવાહમાં ખેંચાઈ જતા મોત : પોરબંદરમાં કોસ્ટલ હાઇવે પર આવેલા માધવપુર ઘેડ પાટા વચ્ચે મધુવતી નદીના બારામાં માંગરોળ તાલુકાના જડીયાવાળા ગામનો શખ્શ પ્રવાહમાં મચ્છીની જાળ નાખીને ઉભેલ હતો ત્યારે પાણીના પ્રવાહમાં ખેંચાઈ જતા મોત : ફાયર બ્રિગેડની ટીમ અને મામલતદાર ઘટના સ્થળે દોડ્યા : મૃતદેહને બહાર કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરી છે access_time 10:33 pm IST