Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મારે સ્ટાર નહીં, એકટર બનવું છેઃ જાહનવી કપૂર ૧૯.૭પ આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ બે દિવસમાં 'ધડક' એ કર્યો

મુંબઇ, તા.૨૩: જાહનવી કપૂરનું કહેવું છે કે તે સ્ટાર નહીં, પરંતુ એકટર બનવાનો પ્રયત્ન કરી રહી છે. જાહનવીએ 'ધડક' દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મને દર્શકો કેવો રિસ્પોન્સ આપી રહ્યો છે એ જોવા માટે જાહનવી, ઇશાન ખટ્ટર અને ડિરેકટર શશાંક ખેતાન બાંદરામાં આવેલા ગેઇટી ગેલેકસીમાં ગયાં હતાં. આ ફિલ્મનો પહેલા દિવસનો બિઝનેસ નવોદિત એકટર્સની તમામ ફિલ્મો કરતાં વધુ હતો અને બીજા દિવસે પણ એણે સારો એવો બિઝનેસ કર્યો છે. ફિલ્મને પહેલા દિવસે જ મળેલી સફળતાને લઇને શું તે પોતે સ્ટાર બની ગઇ હોય એવું મહસૂસ કરે છે એ વિશે પૂછતાં જાહનવીએ કહ્યું હતું કે 'મને નથી લાગતું કે હું સ્ટાર બની ગઇ છું. હૂં તો ફકત એક એકટર બનવાની કોશિશ કરી રહી છું.'

પ્રેમના વરસાદમાં ભીંજાઇ જાહનવી કપૂરઃ જાહનવી કપૂર ગઇ કાલે બાંદરામાં આવેલી એક રેસ્ટોરામાં તેની બહેન ખુશી અને કઝિન મોહિત મારવાહ તેમ જ અર્જુન કપૂરની બહેન અંશુલા પણ હતાં. જાહનવી ઘણી વાર બાંદરામાં જોવા મળી છે. પરંતુ તે એટલી બધી ફેમસ નહોતી. જોકે તેની ફિલ્મ 'ધડક' શુક્રવારે રિલીઝ થયા બાદ તે હવે ખૂબ જ ફેમસ થઇ ગઇ છે. રવિવારે રેસ્ટોરાંની બહાર તેને મળવા માટે ઘણા લોકો ભેગા થઇ ગયા હતા અને તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહ્યા હતા એટલું જ નહીં, તેને એક આન્ટી આશીર્વાદ પણ આપતી જોવા મળી હતી. ખુશીએ ચાહકોનો આવો પ્રેમ પહેલી વાર જોયો છે.

(4:05 pm IST)