Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ઇન્ડિયા ટુડેના કવર પેજ પર ચમક્યા આ કલાકરો

મુંબઈ: તાજેતરમાં રાજકુમાર હીરાની દ્વારા સઁજય દત્તના જીવન પર બનાવવામાં આવેલી ફિલ્મ સંજુ નું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મમાં  સંજય દત્તની ભૂમિકામાં રણબીર કપૂર જોવા મળ્યો હતો.આ ફિલ્મ દર્શકો ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કેમ કે સંજય દત્તના જીવનની કેટલીય વાતો જે લોકો નથી જાણતા તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. ફિલ્મનું નિર્માણ વિનોદ ચોપરા કર્યું છે. ટ્રેલર જોયા પછી દરેક એમ કહે છે કે રણબીર સિવાય કોઈ પણ અભિનેતા સંજય દત્તની ભૂમિકા ન ભજવી શકત તાજેતરમાં ઇન્ડિયા ટુડે દ્વારા બહાર પાડવામાં આવેલા તેના મેગેજીન પેજ પર આ ત્રિપુટી નજરે પડે છે. રણબીરને બર્થડે પર સંજય દત્તે બાઈક  ગિફ્ટ કરી હતી તેની વાત રણબીર એક શો દર્મિયા કરી હતી.અને તેની જાણ તેના પિતા રિશી કપૂરને તથા તેને સંજય દત્તને કહું કે મારા પુત્રને તારા જેવો ના બનાવ.

(4:15 pm IST)