Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

બોબી દેઓલે રેસ-3ને લઈને આપ્યું બયાન....

મુંબઈ:ઈદના તહેવાર પર રીલીઝ થયેલ રેસ-૩ ફિલ્મનો સોશિયલ મીડિયા પર ખૂબ જ મજાક બન્યો છે. જોકે ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. પરંતુ ફિલ્મ ક્રિટિક્સની વાત કરવામાં આવે તો ફિલ્મ તેમના માપદંડોમાં ખરી નથી ઉતરી. ક્રિટિક્સે ફિલ્મની વાર્તા બકવાસ હોવાનુ તેમજ સંગીત પણ બકવાસ હોવાનુ જણાવ્યુ હતું. ફિલ્મે ૫ દિવસમાં ૧૩૦ કરોડથી વધુનો કારોબાર કર્યો છે. 
એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં ૨ વર્ષ બાદ બોબી દેઓલ એક અલગ અવતારમાં નજરે પડયો. ફિલ્મના પ્રદર્શન અંગે પૂછવામાં આવેલ સવાલના જવાબમાં બોબી દેઓલે જણાવ્યુ કે, હું હસવાનુ બંધ કરી શકુ તેમ નથી. દર્શકોએ આ ફિલ્મના વખાણ કર્યા છે, હું ખૂબ ખુશ છું. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કરી રહી છે. બોબી દેઓલે ક્રિટિક્સ અને કેટલાક ટ્રોલર્સોને આડકતરી રીતે જવાબ આપતા જણાવ્યુ કે, જો ફિલ્મ ખરાબ હોત તો બોક્સ ઓફિસ પર ચાલતી નહીં. મહત્વનુ છે કે, રેસ-૩ ફિલ્મમાં સુપરસ્ટાર સલમાન ખાન, જેકલીન ફર્નાન્ડિસ, બોબી દેઓલ, અનિલ કપુર, ડેઝી શાહ મુખ્ય પાત્રમાં નજરે પડયા હતા. 
આ ફિલ્મ રેસ અને રેસ-૨ની સિક્વલ છે. આ પહેલાની બન્ને ફિલ્મોને ક્રિટિક્સ અને દર્શકોએ ખૂબ જ વખાણી હતી. જોકે રેસ-૩ પહેલાની ફિલ્મો જેવો પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહી હોવાનુ ક્રિટિક્સનુ માનવુ છે.

(4:11 pm IST)