Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ફિલ્મ ભારતમાં વધુ એક અભિનેત્રીના નામનો ખુલાસો

મુંબઇ: સુપર સ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ ભારતમાં અભિનેત્રી તબુને પણ સાઇન કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. અત્યાર અગાઉ ફિલ્મ માટે ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરાને સાઇન કરવામાં આવી હતી. હાલ પ્રિયંકા અમેરિકામાં છે અને પોતાની સુપરહિટ નીવડેલી એબીસી ટીવી ચેનલની સિરિયલ ક્વોન્ટિકોની ત્રીજી અને ફાઇનલ સીઝનના પરાકાષ્ઠાનાં દ્રશ્યો ફિલ્માવવામાં વ્યસ્ત છે. ત્યારબાદ ભારત શરૃ કરશે. તબુએ છેલ્લે રોહિત શેટ્ટી અને અજય દેવગણની ફિલ્મ ગોલમાલ અગેન કરી હતી જે આમિર ખાનની સિક્રેટ સુપર સ્ટાર ફિલ્મને હંફાવીને સુપરહિટ સાબિત થઇ હતી. અલી અબ્બાસ ઝફરે સોશ્યલ મિડિયા પર તબુનો ફોટો મૂકીને લખ્યું કે આખરે તારી સાથે કામ કરવાની તક આવી છે...  લવ યુ તબુ... ફિલમ દ્વારા સલમાન ખાન અને તબુ પાંચમીવાર સાથે કામ કરશે. અત્યાર અગાઉ બંને કલાકારો ચાર ફિલ્મો સાથે કરી ચૂક્યાં હતાં- જીત, હમ સાથ સાથ હૈં, બીવી નંબર વન અને જય હો... ફિલ્મમાં અત્યાર અગાઉ પ્રિયંકા ચોપરા અને ડેઝી શાહ સાઇન થઇ ચૂકી છે. મુખ્ય હીરોઇન સ્વાભાવિક રીતેજ પ્રિયંકા ચોપરા રહેશે. ફિલ્મ ૨૦૧૪માં હિટ નીવડેલી કોરિયન ફિલ્મ ઓડે ટુ માય ફાધરનું સત્તાવાર પુનર્ગઠન છે. એના રાઇટ્સ સલમાન ખાને ખરીદી લીધા હતા. સલમાનના બનેવી અતુલ અગ્નિહોત્રી એના ઐાપચારિક નિર્માતા છે.

(4:23 pm IST)