Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

હર્ષવર્ધન હવે ફિલ્મ નિર્માણ કરશે

મુંબઇ: અભિનેતા હર્ષવર્ધન એની હાલની ફિલ્મ ભાવેશ જોશી સુપરહીરો પહેલી જૂને રજૂ થઇ જાય ત્યારબાદ નિર્માતા બનશે એવી જાણકારી મળી હતી.અત્યાર સુધીમાં હર્ષની માત્ર એક ફિલ્મ રજૂ થઇ હતી. રાકેશ ઓમપ્રકાશ મહેરાની મિર્ઝ્યાએ ગુલઝારના આશીર્વાદ હોવા છતાં બોક્સ ઑફિસ પર કોઇ જાદુ કર્યો નહોતો. આમ છતાં હર્ષવર્ધનને વિક્રમાદિત્ય મોટવાનીએ પોતાની ભાવેશ જોશી ફિલ્મ માટે સાઇન કર્યો હતો. દેશમાં પ્રવર્તતા વ્યાપક ભ્રષ્ટાચાર સામે લડતાં કોમન મેન સુપરહીરો બની જાય છે એવી કથા ફિલ્મમાં છે. મિર્ઝ્યા વખતે હર્ષવર્ધનને બોક્સ ઑફિસ પર ધાર્યો પ્રતિસાદ મળ્યો નહોતો. બીજી ફિલ્મ કેવોક પ્રતિસાદ આપે છે જોવાનું છે. ફિલ્મ પહેલી જૂને રજૂ થવાની છે.

હર્ષવર્ધને કહ્યુંહતું કે ત્યારબાદ હું પ્રોડયુસર બની જઇશ. મારે હોરર ફિલ્મો બનાવવી છે, જેનરની ફિલ્મો આપણે ત્યાં બહુ ઓછી બની છે. હર્ષવર્ધનની પહેલી ફિલ્મનું ડાયરેક્શન અસીમ અહલુવાલિયા કરવાના છે એવી જાણકારી પણ મળી હતી. જો કે પહેલી ફિલ્મ હોરર ફિલ્મ હશે કે કેમ હજુ સ્પષ્ટ કરાયું નથી.

(4:22 pm IST)