Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

પાઈરસી અટકાવવોઃ બીગ બી

અમિતાભ બચ્ચને તેમના ચાહકોને પાઈરસથી દૂર રહેવા માટે વિનંતી કરી છે. કોઈપણ ફિલ્મ રિલીઝ થાય કે તરત એની કોપી ઈન્ટરનેટ પર ઉપલ્બધ થઈ જતી હોય છે. કેટલીક ફિલ્મો તો રિલીઝ થવા પહેલાં લીક થઈ જાય છે. પાઈરસીને અટકાવવા માટે બિગ બીએ ગઈકાલે ટ્વિટર પર ૪૫ સેકન્ડનો એક વિડિયો શેર કર્યો હતો. આ વિડીયોમાં તેમણે કહ્યું હતું કે 'એકસ્ટ્રા- ઓર્ડિનરી સ્ટોરીઝને મોટી સ્ક્રીન પર જોવાની જ મજા આવે છે અને એ જ સિનેમાનું મેજિક છે. થિયેટરમાં તમારી ફેમીલી, ફ્રેન્ડ્સ સાથે જઈને પોપકોર્ન અથવા  તો સમોસા ખરીદીને સ્ટોરી તમારી આંખોની સમક્ષ રજૂ કરવામાં આવે એમાં ઘણી મજા હોય છે. ગેરકાયદે ફિલ્મોને ઓનલાઈન સ્ટ્રીમ કરવી અથવા તો એને ડાઉનલોડ કરવી સારી વાત નથી. એનાથી તમને થિયેટર જેવી મજા નહીં આવે. આથી તમે પણ પાઈરસીને ના કહો અને એ વિશે જાગરૂકતા ફેલાવો.''

(3:42 pm IST)