Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

નોરા ફતેહીની ટિકટોક પર એન્ટ્રી

નોરા ફતેહીએ બોલીવૂડમાં અભિનય કરતાં પોતાના ડાન્સને કારણે વધુ નામના મેળવી છે. તેના ડાન્સ મુવ્સ જોઇને ચાહકો ખીલી ઉઠે છે. સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહેતી નોરા ફતેહી હાલમાં લોકડાઉનમાં ડાન્સ કરીને સમય પસાર કરી રહી છે. હવે તે ટિક ટોક પર પણ પહોંચી ગઇ છે. તેના વિડીયો પોસ્ટ થતાં જ ચાહકો મોટી સંખ્યામાં નિહાળી લે છે. ટિકટોક પર તેણે ધમાકેદાર એન્ટ્રી કરી છે. બિયોન્સેના ગીત બેબી બોય પર ડાન્સ કરતી હોય તેવો વિડીયો તેણે બનાવ્યો છે અને બેબેીબોય ચેલેન્જ પણ સ્વીકારી હતી. નોરાએ આ વિડીયો પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતાં જ પંદર કલાકમાં દસ લાખથી વધુ લોકોએ જોઇ લીધો હતો. નોરાનો આ ડાન્સ વિડીયો ખુબ પોપ્યુલર થઇ ગયો છે. મુળ કેનેડિયન અભિનેત્રી નોરાએ બિગ બોસ થકી ઓળખ બનાવી હતી. તેણે રોઅર, ક્રેઝી કુકડ ફેમિલી, ડબલ બેરલ, શેર સહિતની હિન્દી-સાઉથની ફિલ્મો કરી છે.

(10:10 am IST)