Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ત્રણ વર્ષ પછી ફરી શો સંચાલક બનશે સોૈમ્યા

ટીવી પરદા પર ભાબીજી ઘર પર હૈ શોમાં અનીતા ભાભીનો રોલ નિભાવી રહેલી અભિનેત્રી સોૈમ્યા ટંડન વધુ એક ટીવી શોમાં પણ કામ કરવાની છે. આ એક રિયાલીટી શો છે. સોૈમ્યા ટંડન કોમેડી રિયાલટી શો 'એન્ટરટેઇનમેન્ટ કી રાત'માં સામેલ થઇ રહી છે. આ શોમાં પહેલા મલિષ્કા હતી. નવી સિઝનમાં તે સામેલ થઇ નથી. તેની જગ્યાએ સોૈમ્યાને તક આપવામાં આવી છે. સોમ્યા આ શોમાં સંચાલક તરીકે કામ કરવાની છે. શુટીંગ ઝડપથી શરૂ થશે. સોૈમ્યા એકદમ અલગ જ લૂકમાં જોવા મળશે. ત્રણ વર્ષ પછી સોૈમ્યા હોસ્ટ તરીકે કામ કરતી જોવા મળશે. આ પહેલા તેણે ડાન્સ ઇન્ડિયા ડાન્સ અને જોર કા ઝટકા જેવા શોને હોસ્ટ કર્યા હતાં. ભાબીજી...શો થકી તેને ખુબ નામના મળી છે. આ શોમાં તે આસિફ શેખ સાથે છે.

જે વિભુતી નારાયણ મિશ્રાનો રોલ નિભાવે છે.

(10:08 am IST)
  • મહારાષ્ટ્રમાં હવે ઉંદર કૌભાંડ : એક અઠવાડીયામાં કાગળ ઉપર જ ૩.૧૪ લાખ ઉંદરો મારી નાખ્યા access_time 5:42 pm IST

  • અફઘાનિસ્તાનના હેલ્મંડ પ્રાંતના એક સ્પોર્ટ્સ સ્ટેડિયમની બહાર કાર બોમ્બ ધડાકામાં 23 લોકોના મોત થયા છે અને 40 અન્ય લોકો ઘાયલ થયા છે. access_time 9:08 pm IST

  • માનવ રોબોટ સોફિયાએ જણાવ્યુ હતુ કે, તે હવે માઉન્ટ એવરેસ્ટ સર કરશે. આ સાથે એવરેસ્ટ સર કરનાર તે પ્રથમ રોબટ બની જશે. રોબોટ સોફિયાએ કાઠમંડૂમાં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં આ પ્રમાણે બોલી હતી. જો કે તે ક્યારે એવરેસ્ટ સર કરશે તેના વિશે કોઈ જાણકારી આપી નહોતી. access_time 1:43 am IST