Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

અંત સુધી જકડી રાખશે મનોજની થ્રિલર ફિલ્મ

મનોજ બાજપાઇની એ ફેમિલીમેન ટુની ચાહકો ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે. જો કે આ સિરીઝની રિલીઝ પાછળ ઠેલી દેવામાં આવી છે. બીજી તરફ મનોજની અન્ય એક ફિલ્મની રિલીઝ તારીખ સામે આવી છે. દમદાર અભિનય માટે જાણીતા મનોજની થ્રિલર ફિલ્મ ડિસ્પેચ પણ ચર્ચામાં છે. તો છવ્વીસમી માર્ચના જે ફિલ્મ રિલીઝ થવાની છે તેનું નામ 'સાયલેન્સ...કેન યુ હિયર ઇટ?' છે. મનોજની આ ફિલ્મ ડિજીટલ પ્લેટફોર્મ ઝીફાઇવ પર રિલીઝ થવાની છે. જેમાં તેની સાથે મુખ્ય ભુમિકામાં પ્રાચી દેસાઇ છે. મનોજે ટ્વિટર પર આ ફિલ્મ વિશે જાણકારી આપી હતી. પોસ્ટર સાથે મનોજે લખ્યું છે કે જ્યારે બધા સત્ય છુપાવી રહ્યા છે ત્યારે મોૈન પણ ન્યાય અપાવશે. એક મર્ડર મિસ્ટ્રી માટે તૈયાર રહેજો, જે તમને અંત સુધી જકડી રાખશે. મનોજની આ ફિલ્મ એક મહિલા ભેદી રીતે ગાયબ થઇ જાય તેના પર આધારીત છે. પ્રાચી આ ફિલ્મથી ડિજીટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. અર્જુન માથુર, સાહિલ વૈદ, બરખા સિંહ, શિરીષ શર્મા, સોહિલા કપુર જેવા કલાકારો પણ છે.

(10:05 am IST)
  • રાજકોટના વોર્ડ નં.૯માં ભાજપની પેનલનો ભવ્ય વિજય : અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૩ હજારની લીડથી જીત : રાજકોટ વોર્ડ નં.૨માં બીજા રાઉન્ડમાં પણ ભાજપની પેનલ આગળ access_time 1:50 pm IST

  • ૨૨ વર્ષની પાયલ પાટીદાર ‘આપ’ પાર્ટીની ટીકીટ ઉપરથી વિજેતા બનીઃ સૌથી નાની વયે વિજય મેળવ્યો : સુરતમાં કેજરીવાલના ‘આપ’ પક્ષના ઉમેદવાર પાયલ પાટીદાર માત્ર ૨૨ વર્ષની ઉંમરે વિજેતા બન્યા છે. ગુજરાતમાં કદાચ તેઓ સૌથી નાની વયના વિજેતા ઉમેદવાર જાહેર થાય તેવી સંભાવના access_time 4:46 pm IST

  • રાજકોટ વોર્ડ નં.૧૬ ભાજપના રૂચીતાબેન જોશી માત્ર ૧૧ મતથી જીત્યાઃ ફરી ગણતરીની માંગની શકયતા :વોર્ડ નં.૧૬ના ભાજપના ઉમેદવાર રૂચીતાબેન જોશીને ૮૬૦૦ અને કોંગ્રેસના રસિલાબેન ગેરૈયાને ૮૫૮૯ મત મળેલ માત્ર ૧૧ મતનો ફર્ક પડતા કોંગ્રેસ ફરીથી મતગણતરી કરાવે તેવી શકયતા access_time 3:59 pm IST