Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ફિલ્મ 'ઠગ્સ ઑફ હિન્દુસ્તાન'નું ક્લાયમેક્સ સીન શૂટ થશે આ જગ્યાએ

મુંબઇ: યશ રાજની વિજય કૃષ્ણ આચાર્ય નિર્દેશિત ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાનનું ક્લાયમેક્સ રાજસ્થાનમાં ફિલ્માવવાની યોજના હોવાનું જાણવા મળ્યું હતું. આ ફિલ્મનો મોટા ભાગનો હિસ્સો ઝડપી લેવામાં આવ્યો છે અને હવે ક્લાયમેક્સ તરફ ફિલ્મ આગળ વધી રહી છે એવું પણ જાણવા મળ્યું હતું. આ ફિલ્મમાં બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતો અભિનેતા કમ ફિલ્મ સર્જક આમિર ખાન પહેલીવાર મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ચમકી રહ્યો છે. સાથે કેટરિના કૈફ અને દંગલ ફેમ ફાતિમા સના શેખ ચમકી રહી છે. પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીત દરમિયાન આમિરે કહ્યું હતું કે મોટે ભાગે માર્ચ એન્ડ સુધીમાં ફિલ્મ પૂરી થઇ જશે. હાલ હું થોડા દિવસ માટે વિદેશ જઇ રહ્યો છું. ત્યાંથી આવ્યા બાદ હું મારું બાકીનું કામ પૂરું કરી નાખીશ. તેણે કહ્યંુ કે આ ફિલ્મના મારા લૂકને હજુ ગુપ્ત રાખવામાં આવ્યો છે. ફિલ્મનું પહેલું પોસ્ટર રિલિઝ થશે એમાં મારા લૂકને સ્થાન મળશે. ગયા વરસે કેટલાક ફોટોગ્રાફ્સ લીક થયા હતા એ યોગ્ય થયું નહોતું એમ પણ આમિરે કહ્યું હતું.

(5:22 pm IST)