Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ટવીટરે ટવીટ ન કરવા દીધું એટલે અમિતાભ બચ્ચન ફરી બન્યા કવિ

મુંબઇ, તા., ૨૩: અમિતાભ બચ્ચન ગઇકાલે ટવીટ કર્યુ હતું કે ટવીટર તેમને કઇ પોસ્ટ કરવા નથી દેતુ જો કે આ પોસ્ટ બાદ તેમણે તરત ટવીટરના પ્રતિકને સંબોધીને કાવ્યાત્મક ટવીટ કર્યુ હતું. અમિતાભ બચ્ચનને થોડા દિવસ પહેલા હોસ્પીટલમાં રૂટીન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે મીડીયમથી પરેશાન થઇને તેઓ કવિ બન્યા હતા હવે તેઓ ટવીટરથી પરેશાન થઇને પણ કવિ બન્યા છે. અમિતાભ બચ્ચને પહેલુ ટવીટ કર્યુ હતુ કે અરે ટવીટર ભઇસાહેબ, યા બહનજી (પતા નહિ ઇનકા જેન્ડર  કયા હૈ, ઇસ લીએ દોનો કો સંબોધીત કિયા) હમ કુછ છાપ રહે હૈ, ઔર આપ ઇસકો છાપને નહી દે રહે હૈ, અમા, ર૦,૦૦,૦૦૦ ફોલોઅર્સ એક હી દિન મે કાટ દીયા આપને. અબ તો મત કાટો યાર અબ ઇતના ભી ઝુલ્મ ના કરો.

અમિતાભ બચ્ચની આ ટવીટ બાદ તેમણે ટવીટરની ચિડીયાને સંબોધીને ફરી ટવીટ કર્યુ હતુ કે મિસ્ટર અને મીસ ટવીટર તમને ડેડિકેટ કરૂ છું.

ચિડીયા ઓ ચિડીયા કહા હૈ તેરા ઘર? ઉડ ઉ૯ જાતી હો યહા પે ફુર્ર ફુર્ર દર્શનાર્થી ઇતને તેરે, કયાં હે તેરા ડ રૂઢેગી તો બોલો હમ ફિર જાએંગે કિસ દર આશર્વાદ સદા તુમ્હારા બન રહે હમ પર બસ, નિત્ય નવેલી પુષ્પ હમારે, બરસેંગે તુમ પર. (૪.૮)

(2:19 pm IST)